Jamnagar News/ ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં જામનગર સાયબર ક્રાઈમ અને એસ.ઓ.જી.ને મળી મોટી સફળતા

જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

Gujarat Top Stories

Jamnagar News: જામનગરની સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસની ટિમ તેમજ એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓનલાઇન ફ્રોડનાં ગુન્હામાં બેંક એકાઉન્ટન્ટ્સ ઓપરેટ કરતી આંતરરાજ્ય ગેંગ ના આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે 4 સાયબર માફીયાઓના પકડી પાડી લેપટોપ-ટેબલેટ-મોબાઈલ ફોન તેમજ સંખ્યાબંધ બેંકના ક્રેડિટ કાર્ડ-ચેકબુક સહિતનું સાહિત્ય જપ્ત કર્યું છે. આરોપીઓ જામનગરમાંથી નાણાં સગેવગે કરી રહ્યાં હતા આ વેળાએ જ પોલીસે દોડી જઈ આરોપીઓને પકડી પાડયા હતા.

જામનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામનગરમાં ઓસવાળ હોસ્પિટલ સામે આવેલ કૈલાસ હોટેલના રૂમ નંબર ૨૦૯ માં ત્રણ અજાણ્યા શખસો લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઇલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ થી મેળવેલ નાણા સગેવગે કરવની પેરવીમાં છે. જે બાતમી નાં આધારે પો.સબ ઈન્સ. એચ.કે ઝાલા એ સાયબર કાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ને સાથે રાખી ને બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલાં અને કમીશન થી મેળવેલ અન્ય વ્યક્તિઓ ના બેંક એકાઉન્ટ માં ઓનલાઈન ફ્રોડ ના અને ગેર કાયદે ઓનલાઈન ગેમીંગ ના નાણા પોતાના પાસે રહેલાં લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેકિંગના માધ્યમ થી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓને નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય જેઓને જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

પોલીસે આરોપી રાહુલ હિરાભાઈ નારોલા ( ઉ.વ.૧૯ રહે. સુરત મૂળ રહેગામ-દામનગર તા.લાઠી જિ.અમરેલી), એમ.ડી.બાદશા એમ.ડી.નાસિર (ઉ.વ.૨૮ રહે. સીટી-બેન્ડેલ હુગલી રાજ્ય-પશ્ચિમ બંગાળ) , અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો (ઉ.વ.૩૮ રહે.બડગામ જિ રામગઢ – ઝારખંડ) અને સ્થાનિક શખ્સ તુષાર ઘેટીયા (ઉ.વ.૩૦ રહે. કૃષ્ણનગર જામનગર ) પાસે થી અલગ-અલગ બેંક એકાઉન્ટસ ની ચેકબુક નંગ-૩, અલગ-અલગ બેકના ડેબીટ કાર્ડ નંગ-૮, લેપટોપ-૧, ટેબલેટ-૧, મોબાઈલ ફોન નંગ- ૫ અને છુટક સીમકાર્ડ-૩ કબ્જે કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા આંતરરાજ્ય ગેંગના ચારેય સભ્યોની અટકાયત કર્યા બાદ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, અને તેમણે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, તેમજ કેટલા નાણાની હેરફેર કરી છે, જે સમગ્ર બાબતો મેળવવા માટેની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, અને આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં વધુ ત્રણ ઝડપાયા

આ પણ વાંચો:અમદાવાદમાં CJI અને CBI અધિકારી બની વૃદ્ધની ડિજીટલ ધરપકડ, 4ને સાયબર ક્રાઈમે દબોચ્યા

આ પણ વાંચો:સાયબર સ્કેમનો ટાર્ગેટ, નર્ક જેવી જીંદગી…છતાં ભારતીયો જઈ રહ્યાં છે આ ગરીબ દેશમાં, આખરે શા માટે