Gujarat Weather/ રાજ્યમાં થઈ રહી છે ઠંડીની જમાવટઃ લઘુત્તમ તાપમાનની સરેરાશ 20થી 21 ડિગ્રી

ગુજરાતમાં હવે શિયાળાનો સમય આવી ગયો છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં હાડકાં ભરી દેનારી ઠંડીનો પ્રારંભ થશે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gujarat Weather: ગુજરાતમાં હવે શિયાળાનો સમય આવી ગયો છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં હાડકાં ભરી દેનારી ઠંડીનો પ્રારંભ થશે. હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20-21 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું.

નલિયા 19.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે, હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા અનુસાર, ગુરુવારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રીથી 27 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જેમાં નલિયા 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, મહુવામાં 19.9 ડિગ્રી, અમરેલીમાં 20.8 ડિગ્રી અને અમદાવાદમાં 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઠંડીને લઈને હવામાન વિભાગની શું આગાહી છે?

હવામાન વિભાગની આગાહી મુજબ ડિસેમ્બર મહિનો શિયાળાનો મહિનો ગણાય છે. અને સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી જ ઠંડી શરૂ થાય છે. જો કે ગુજરાતમાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની શરૂઆત થઈ શકે છે. આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોને સ્વેટર પહેરવાની ફરજ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ધીમે-ધીમે જામતી ઠંડીઃ મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો પ્રારંભઃ વહેલી સવારે અને રાત્રે અનુભવાય છે ઠંડી

આ પણ વાંચો: અંબાલાલ પટેલે ઠંડીને લઈ કરી આગાહી, આ દિવસોમાં ગાજવીજ વરસાદ પડશે