Gandhinagar News : ગાંધીનગરમાં રોહિતાસ ચૌધરીએ પુશઅપ્સમાં વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. જેમાં ગુજરાતનાં રોહિતાસ ચૌધરીએ પુશઅપ્સમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાનનો 1 કલાકમાં 534 પુશઅપ્સનો રેકોર્ડ છે. રોહિતાસ ચૌધરીએ એક કલાકમાં 700 થી વધુ પુશઅપ્સ કરી પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો છે. 27.800 કિલો વજન સાથે રોહિતાસ ચૌધરીએ 722 પુશઅપ્સ કર્યા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ટૂંક સમયમાં વિશ્વવિક્રમની જાહેરાત કરાશે.વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા બાદ રોહિતાસ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે, આ રેકોર્ડ મારો નથી. દરેક ભારતીયનો રેકોર્ડ છે. 722 પુશઅપ કર્યા છે. મે. 27.800 કિલો સાથે પુશઅપ કર્યા છે.
ભારતનું ગૌરવ વિશ્વ પટલ પર મુક્યું છે. પીએમ મોદીને રેકોર્ડ સમર્પિત કરુ છું. ગુજરાતનું મોડેલ દેશભરમાં લાગે છે.ગુજરાતના ગાંધીનગરના ટાઉન હોલમાં 9 નવેમ્બરે ભારતીય પુષઅપ મેન રોહિતાસ ચૌધરી પાકિસ્તાનનો પુષઅપ રેકોર્ડ તોડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વર્તમાનમાં પાકિસ્તાનના પુષઅપ રેકોર્ડ 27 કિલોગ્રામ વજન સાથે એક પગે 534 પુષઅપ કરવાનો વિશ્વ રેકોર્ડ છે, અને હવે રોહિતાસ ચૌધરી એ રેકોર્ડ તોડીને ભારતનું નામ વધુ એક વાર ગૌરવથી ઉંચું કર્યું છે.આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
તેમજ એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. વિશેષ છે કે, રોહિતાસ ચૌધરીએ આ પહેલાં 12 જાન્યુઆરીએ 37 કિલોગ્રામ વજન સાથે 743 પુષઅપ કરી સ્પેઈનના પુષઅપ મેનનો 537 પુષઅપનો રેકોર્ડ તોડયો હતો અને વિશ્વ રેકોર્ડ કાયમ કરી, ભારતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું. ચૌધરીએ તે રેકોર્ડ દિલ્હીની પોલીસને અર્પણ કર્યો હતો, જેણે કોવિડ મહામારી દરમ્યાન લોકોની જિંદગીઓને બચાવવા પોતાનું જીવન જોખમમાં નાખી સેવા આપી હતી. આ વખતે તેઓ આ રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પિત કરી રહ્યા છે. દેશભરમાં લોકો રોહિતાસ ચૌધરીને આ રેકોર્ડ તોડવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
