Panchmahal News: રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે ખાણ અને ખનીજ વિભાગે પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
કલોલના કાકનપુર, શહેરા, બાહી, છગનપુરા વિસ્તારમાં ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર ખનન માટે ટ્રેક્ટર, જેસીબી સહિત 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. કુલ 1 કરોડ 50 લાખનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગે 1.20 કરોડનો માલ જપ્ત કર્યો હતો તો બીજી તરફ છોટા ઉદેપુરમાં પણ ખાણ અને ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
રેતી ખનીજના અનઅધિકૃત ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 2 ટ્રક અને 14 ટ્રેક્ટર જુદા જુદા વિસ્તારોમાં ખનન કરતા ઝડપાયા છે. પાદરવાટ, ઓલીંબા, પાનવડ, સિહોદ, સીમલિયા સહિતના વિસ્તારોમાં ખનન થઈ રહ્યું હતું. અંદાજે રૂ. 1.20 કરોડનો કિંમતી સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી સમગ્ર રાજ્યમાં માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, રજૂઆત કરનારનાં ઘર ઉપર કર્યું 8 રાઉન્ડ ફાયરિંગ
આ પણ વાંચો: સુરેન્દ્રનગર થાનમાં ખાણ દુર્ઘટનામાં બે ખનીજ માફિયા સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો: ખનીજ માફિયા સામે પાટણમાં કાર્યવાહી, બે લીઝધારકોને કુલ 20 કરોડનો દંડ
