Amreli News: અમરેલીમાં એક સાધુએ અન્ય સાધુને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. ભગુડાના સાધુને વિધર્મી ગણાવી જટા કાપી દીધી હતી. અજાણ્યા બે શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાધુને વિધર્મી ગણાવી, અપમાનજનક શબ્દો બોલ્યા હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે.
અમરેલીમાં બે શખ્સોએ ખાંભાના રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં સૂતેલા સાધુને અજાણ્યા બે સાધુ દ્વારા મારામારી કરી અને જટા કાપી રૂપિયા 21000ની લૂંટ ચલાવાઇ હતી. બે શખ્સોએ જટા કાપ્યાનો વીડિયો પણ બનાવ્યો હતો. અર્જુનગીરી નામના સાધુ અને અન્ય એક સામે આરોપ મૂકવામાં આવ્યો હતો. સાધુઓએ મોબાઇલ સહિત રોકડ રકમની પણ લૂંટ ચલાવી હતી. આ મામલે ખાંભા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.
ખાંભા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 10850 તથા 10000નો મોબાઇલ અને 300 ગ્રામ કાજુ બદામ મળી કુલ રૂપિયા 21150ની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. અર્જુન ગીરી નામના સાધુ અને અન્ય એક અજાણ્યા સાધુએ આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા અને માર મારી, લૂંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બન્ને આરોપી સાધુ દ્વારા તું મુસલમાન હૈ, શબ્દો ઉચ્ચારી ધાર્મિક લાગણી વધુ ભાવના હેતુથી મુસ્લિમ લોકો અને હિન્દુ સમાજના લોકો વચ્ચે અરજકતા ફેલાવી હતી. સુલેહ શાંતિનો ભંગ થાય, થવાનો સંભવ છે તેવા ઇરાદે અને જાણી જોઈને કૃત્ય કરી ફરિયાદીની ધાર્મિક માન્યતાઓનું પણ અપમાન કર્યુ હતું. બંને આરોપીઓ સાધુ દ્વારા ફરિયાદીનો જટા કાપતા હોય તે અંગેનો વીડિયો સ્પેશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભા પોલીસ દ્વારા ફરિયાદના આધારે આરોપી અર્જુન ગીરી નામના સાધુ અને અન્ય અજાણ્યા સાધુ સામે તપાસ કરી શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો:વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઠગાઈનો મામલો
આ પણ વાંચો:મહિલાઓ પણ હોય છે નાગાસાધુ, મુશ્કેલ તબક્કાઓ પાર કરવા પડે છે, જાણો તથ્યો
આ પણ વાંચો:સુરતમાં લંપટ સાધુઓ સામે હરિભક્તો મેદાનમાં
