Surat News/ ચાલુ બાઇક પર જોખમી રીતે રિલ્સ બનાવતું કપલ, વીડિયો વાયરલ

Surat News : રિલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે. અને રિલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જાખમી રીતે તેમજ કાયદાનો ભંગ કરતા હોય છે. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થતા હોય છે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કપલ ચાલુ બાઈક પર રિલ્સ બનાવી […]

Top Stories Gujarat Surat

Surat News : રિલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે. અને રિલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જાખમી રીતે તેમજ કાયદાનો ભંગ કરતા હોય છે. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થતા હોય છે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કપલ ચાલુ બાઈક પર રિલ્સ બનાવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ સુરતના એક કપલનો ચાલુ બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરીને રિલ્સ બનાવતો વીડિયો વાયરલ થયો છે. આ રિલ્સમાં બંને યુવક યુવતીઓ પ્રેમાલાપ કરતાં પણ જોવા મળી રહ્યા છે.

કાયદાનો જાણે ડર ન હોય તે રસ્તા પર જીવના જોખમે રિલ્સ બનાવી રહ્યા છે. આવી રીતે રિલ્સ બનાવીને પોતાને અને સાથે-સાથે એ રોડ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકે છે.આ સ્પોર્ટ્સ બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતા વીડિયોને લઈને ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. તેમજ પોલીસે પણ રિલ્સ અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આવો પ્રથમ મામલો નથી અગાઉ પણ રસ્તા પર સ્ટંટ કરીને રિલ્સ બનાવવાના કિસ્સાઓ પ્રકાશિત થઈ ચૂક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ

આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.