Banaskantha News : દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટીમાં અગાશી પરથી પટકાતા છાત્રનું મો નીપજ્યું હતું. આ વિદ્યાર્થી કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ત્રીજા વર્ષમાં PHD નો અભ્યાસ કરતો હતો. યુનિવર્સિટીના હોસ્ટેલના નિયમ મુજબ વિશ્વજીત તેના રૂમમાં એકલો જ રહેતો હતો. મૃતક છાત્રનું પુરૂ નામ વિશ્વજીતસિંહ મહેશકુમાર જીતાલીયા હોવાનું અને તેની ઉમર 22 વર્ષની હોવાનું બહાર આવ્યું છે.
અગાશી પરથી પટકાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ અંગે દાંતીવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ
આ પણ વાંચો:વલસાડમાં કોલેજ સ્ટુડન્ટ પર રેપ-મર્ડરના કેસમાં પોલીસની અનેક ટીમ કામે લાગી
આ પણ વાંચો:વલસાડમાં ટ્યુશન જવા નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીની લાશ મળી આવી
