Botad News :ભાવનગરના બોટાદમાં એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીની હત્યા બાદ પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેમાં આરતી કાવેઠીયાએ પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પાતાના ઘરે આપઘાત કર્યો. ગત 22 નવેમ્બરે ઢાકણીયા રોડ પર બીજલ ઉર્ફે હિતેશ મહેરીયાની પ્રેમીકાના મંગેતર રોહિત ભોજૈયાએ હત્યા કરી હતી. થોડા દિવસ અગાઉ આરોપી રોહિત ભોજૈયાની બોટાદના આરતીબેન કાવેઠીયા સાથે સગાઇ થઇ હતી.મળતી માહિતી મુજબ મૃતક બીજલ ઉર્ફે હિતેશને આરતીબેન કાવેઠીયા સાથે પ્રેમ સંબંધ હતો.
જે બાદ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરવામા આવ્યા હતા. જે બાદ સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની 22 નવેમ્બરે હત્યા કરી હતી. જે બાદ થોડા દિવસ પછી યુવતીએ પણ અપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.અપઘાત બાદ મૃતક યુવતીને સોનાવાલા હોસ્પિટલ પીએમ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇ બોટાદ પોલીસે એ ડી દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં
આ પણ વાંચો:BZ ફાયનાન્સિયલે પોન્ઝી સ્કીમમાંથી 6,000 કરોડ રૂપિયા એકઠા કર્યા, CIDએ દરોડા પાડ્યા
આ પણ વાંચો:ઉતર ગુજરાતમાં BZ GROUP પર CIDની તવાઈ
