Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy)ને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ICCએ ટૂર્નામેન્ટની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ UAEમાં યોજવાનો નિર્ણય લીધો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, ICCની તાજેતરની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ટીમ ઈન્ડિયાની તમામ મેચો અને સેમીફાઈનલ અને ફાઈનલ UAEમાં યોજવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે એશિયા કપની જેમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ ટુર્નામેન્ટમાં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ગ્રુપ Aમાં જાપાન અને યજમાન UAE સામેલ છે. ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો છે. ટુર્નામેન્ટની શરૂઆત આવતીકાલે 29મી નવેમ્બરે શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચથી થશે. પાકિસ્તાન સિવાય ભારતનો મુકાબલો 2જી ડિસેમ્બરે જાપાન અને 4 ડિસેમ્બરે UAE સામે થશે.
ભારતીય ટીમનું નેતૃત્વ ઉત્તર પ્રદેશના મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ અમાન કરશે. ભારતીય ટીમમાં કેટલાક મહાન ખેલાડીઓ છે જેમણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈના આયુષ મ્હાત્રે, બિહારના વૈભવ સૂર્યવંશી, તમિલનાડુના સી આન્દ્રે સિદ્ધાર્થ, કેરળના લેગ સ્પિનર મોહમ્મદ અન્નાનની સાથે કર્ણાટકના બેટ્સમેન હાર્દિક રાજ અને સમર્થ નાગરાજની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. વૈભવ સૂર્યવંશી પણ IPLની હરાજીમાં 1.10 કરોડ રૂપિયામાં વેચાયો હતો. રાજસ્થાન રોયલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે પોતાની ઉંમરના કારણે ચર્ચામાં આવ્યો હતો. તેની ઉંમર હજુ 14 વર્ષથી ઓછી છે.
50 ઓવરની આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ 6 ડિસેમ્બરે રમાશે જ્યારે ફાઈનલ 8 ડિસેમ્બરે રમાશે. ભારતીય અંડર-19 ટીમની તમામ મેચો ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યાથી રમાશે.
ભારતીય અંડર-19 ટીમ
આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે (વાઈસ-કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર), અનુરાગ કવડે (વિકેટકીપર), હાર્દિક રાજ, મોહમ્મદ અનન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુધજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર.
રિઝર્વ ખેલાડીઓઃ સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દીપેશ.
પાકિસ્તાનની અંડર-19 ટીમ
સાદ બેગ (કેપ્ટન અને વિકેટકીપર), હારૂન અરશદ, તૈયબ આરીફ, મોહમ્મદ અહેમદ, મોહમ્મદ હુઝેફા, ફહમ-ઉલ-હક, અલી રઝા, મોહમ્મદ રિયાઝુલ્લાહ, નાવેદ અહેમદ ખાન, હસન ખાન, અબ્દુલ સુભાન, ફરહાન યુસુફ, ઉમર ઝૈબ, શાહઝેબ ખાન , ઉસ્માન ખાન
આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને છેડાયો વિવાદ, આ દિવસે થઈ શકે છે શેડ્યૂલ જાહેર
આ પણ વાંચો:પાકિસ્તાનને ઝાટકો,PoK નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ભારતના વિરોધ બાદ ICCનો નિર્ણય
આ પણ વાંચો:પાકિસ્તાન હાઇબ્રિડ મોડેલમાં સંમત ન થાય તો ચેમ્પિયન્સ ટ્રોફી આફ્રિકામાં યોજાઈ શકે
