Chhotaudepur News: છોટાઉદેપુરમાં બજાજ ફાઇનાન્સના એક્ઝિક્યુટિવે છેતરપિંડી કરી. લોન સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ છેતરપિંડી કરી હતી. સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ 65 લોકો સાથે છેતરપિંડી કરી.
લોકોને લાલચ આપી તેના નામે લોન લેતા હોવાની માહિતી મળી. તેઓ દસ મહિનાના હપ્તા ભરપાઈ કરી આપવાની બાંયધરી આપતા હતા. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બાંયધરી આપતા હતા. તેમણે લોકો સાથે 56 લાખથી વધુ રકમની છેતરપિંડી કરી છે. બજાજ ફાઇનાન્સની એક શાખા બોડેલીમાં કાર્યરત છે. સેલ્સ એકઝિટીવ પ્રજ્ઞેશ કુમાર પંચાલ તેના મિત્ર ખુમાનસિંહ રાઠવા સાથે મળીને લગભગ 65 લોકો સાથે કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છે.
ગ્રાહકોને નજીવી રકમની લાલચ આપી તેમના નામે લોન લેતા અને લોન મંજૂર થતા ગ્રાહક પાસેથી પુરે પૂરા પૈસા લઈ લેતા, તેમજ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર 10 માસના હપ્તા ભરપાઈ કરવાની બાંયધરી આપતા હતા. આમ કરીને 65 લોકો સાથે કુલ રુપિયા 56 લાખ 53 હજારની છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતિ લાલ પટેલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટતા લોકોને હેરાનગતિ
આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડીમાં હિટ એન્ડ રનમાં એક મોત
આ પણ વાંચો: છોટાઉદેપુરના તુરખેડાની ઘટનાને લઈ સરકાર જાગી, એમ્બ્યુલન્સે બચાવ્યો પ્રસૂતાનો જીવ
