PM Modi/ PM મોદીને મળી મારી નાખવાની ધમકીઃ મુંબઈ અને ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર

Gujarat election 2022નો ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે પીએમ મોદીને (PM Modi) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસને (Mumbai Police) આ પ્રકારનો મેસેજ વોટ્સએપ પર આવ્યો છે,

Top Stories Gujarat

Gujarat election 2022નો ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે પીએમ મોદીને (PM Modi) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસને (Mumbai Police) આ પ્રકારનો મેસેજ વોટ્સએપ પર આવ્યો છે, આ ઓડિયો મેસેજ (Audio Message) છે. આ સંદેશાના પગલે તરત જ ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના બે સાગરિતોને પીએમ મોદીની હત્યાનું કામ સોંપવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે આ સંદેશો ગુજરાત પોલીસને આપતા ગુજરાત પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે.

આ ધમકીભર્યો ઓડિયો મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યો ઓડિયો મેસેજ મોકલનારએ દાઉદ ઈબ્રાહિમના બે સાગરિતોના નામ પણ આપ્યા છે, જેમને પીએમ મોદીની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમના નામ મુસ્તફા અહેમદ અને નવાઝ છે. પરંતુ ઓડિયો મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ જાહેર કર્યું નથી. આ ઓડિયો ક્લિપ હિન્દીમાં છે.

ધમકીની ક્લિપ મોકલનારને શોધી રહી છે મુંબઈ પોલીસ
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપમાં અત્યાર સુધીમાં કુલ સાત મેસેજ મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ મેસેજ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. એક હીરાના વેપારીની પૂછપરછ કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે વોટ્સએપ મેસેજમાં એક ફોટો પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો સુપ્રભાત વેઝ નામના વ્યક્તિનો મળ્યો હતો. આ વ્યક્તિ સંબંધિત હીરાના વેપારી સાથે કામ કરતો હતો. તેની શંકાસ્પદ પ્રવૃતિઓને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસને સતત આવી ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. પાકિસ્તાનના અનેક નંબરના આ કોલમાં 26/11 જેવા હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે વરલી પોલીસ
સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય સમાન અન્ય કોલમાં અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર અને સાંતાક્રુઝમાં ફાઈવ સ્ટાર હોટલ સહર પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ કોલ મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર આવ્યો હતો.આ વખતે મુંબઈ પોલીસને મળેલી ધમકીમાં દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનું નામ સામે આવ્યું છે. એવું કહેવાય છે કે આ કામ ડી કંપનીના બે સાગરિતોને સોંપવામાં આવ્યું છે. આથી મુંબઈ પોલીસ ઘણી સતર્ક થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈનું અંડરવર્લ્ડ બહુ સક્રિય રહ્યું નથી. આવી સ્થિતિમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું અંડરવર્લ્ડ ફરી સક્રિય થયું છે.

આ પણ વાંચોઃ

Fisheries/ 60 વર્ષમાં થયેલું મત્સ્ય ઉત્પાદન છેલ્લા આઠ વર્ષમાં થયુંઃ પુરુષોત્તમ રુપાલા

Gujarat Election/ ડભોઈ કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચતા જોવા