Panchmahal News/ કાલોલમાં જિલ્લા ભાજપ એસ.સી સેલના મંત્રી ભૂલ્યા ભાન, લગ્નપ્રસંગમાં રાઈફલ લઈને કર્યું ફાયરિગ

Panchmahal News : પંચમહાલના હાલોલમાં જિલ્લા ભાજપ એસ.સી. સેલના મંત્રીએ લગ્નના વરઘોડામાં રાઈફલમાંથી ફાયરિંગ કરી, સ્ટેટસ્ વધારવા રોલા પાડ્યા, કાયદાની ભાન ભૂલ્યા મંત્રી…..

Gujarat Others Breaking News

Panchmahal News : પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વધુ એક ઘટના સામે આવતાં કાલોલ પોલીસે તપાસના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. બોરું રોડ ઉપર લગ્નના વરઘોડા દરમિયાન જિલ્લા ભાજપ (BJP) એસ.સી. સેલના મંત્રી રાઇફલમાંથી ફાયરિંગ કરી નાચતાં કૂદતાં હોવાના વીડિયોને આધારે પોલીસે તેની સામે ગુનો નોંધવાની પ્રકિયા હાથ ધરી છે.

રાજ્યમાં વરઘોડામાં નાચવું અને ફાયરિંગ કરવું એક સ્ટેટસ બની રહ્યું છે. ત્યારે ગઈકાલે પોલીસે એક ઉદ્યોગપતિના ભત્રીજાના વરઘોડા દરમિયાન એક મહેમાને રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. આજે કાલોલ પોલીસને વધુ એક વીડિયો મળતાં પોલીસ હરકતમાં આવી છે.

પંચમહાલ (Panchmahal) ના હાલોલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગના વીડિયોમાં જિલ્લા ભાજપ (BJP) એસ.સી. સેલના મંત્રી અશોક મેકવાન રાઇફલ સાથે વરઘોડામાં નાચતાં કૂદતાં હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસે તપાસ કરતાં આ એર રાઇફલ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ભાજપના મંત્રી અશોક મેકવાનને રાઉન્ડઅપ કરી તેની પાસેથી રાઇફલ કબજે કરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: પંચમહાલ: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા, છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા

આ પણ વાંચો: પંચમહાલ :કાલોલમાં whatsapp ગ્રુપમાં મા દુર્ગા વિશે અભદ્ર ટિપ્પણી

આ પણ વાંચો: પંચમહાલ જિલ્લામાં DAP ખાતરની ભારે અછતથી ખેડૂતો પરેશાન