Ahmedabad News/ 30 દેશોમાંથી 1 લાખથી વધુ હરિભક્તો BAPS સુવર્ણ મહોત્સવમાં હાજરી આપશે

આ સુવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં ભારતમાં પ્રથમ વખત 1 લાખ કાર્યકરો LED બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે 7 ડિસેમ્બરના રોજ BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન થવાનું હોવાથી દેશ-વિદેશથી અનેક હરિભક્તોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. આજે 30 દેશોમાંથી 1 લાખથી વધુ કાર્યકરો આવવાના છે. ત્યારે ફ્લાઈટના ભાડામાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે દિલ્હી-અમદાવાદનું વન-વે એરફરે રૂપિયા 4500ની આસપાસ હોય છે. પરંતુ 7 ડિસેમ્બરની વહેલી સવારથી બપોર સુધીની ફ્લાઇટના ભાડા રૂપિયા 18 હજારથી રૂપિયા 23 હજાર સુધીનું ભાડું વધી ગયું છે. સામાન્ય રીતે મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 6 હજારથી રૂપિયા 10 હજાર જેટલું થઇ ગયું છે. મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 3 હજારની આસપાસ હોય છે.

આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 2 - image

આ સુવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં ભારતમાં પ્રથમ વખત 1 લાખ કાર્યકરો LED બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેક્નોલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક પ્રવૃતિ એક હકારાત્મક સંદેશા સાથે તૈયાર કરાયા છે. કાર્યક્રમમાં પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરાયો છે. 7 ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.

આજે અમદાવાદમાં BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 3 - image


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ : પોલીસે ટ્રાફિક સંદર્ભે જાહેરનામુ બહાર પાડ્યુ, પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાણો

આ પણ વાંચો:અબુ ધાબી ખાતે BAPS હિન્દુ મંદિરમાં ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ ૧૩ સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે

આ પણ વાંચો:અયોધ્યાના રામ મંદિરની ઉત્તર અમેરિકા સુધી ધુમ, 100થી વધુ BAPS સ્વામિનારાયણ મંદિરોએ કર્યો મોટો કાર્યક્રમ