Ahmedabad News/ રિવરફ્રન્ટ અકસ્માત કેસમાં પોલીસે આરોપી મહિલાની કરી ધરપકડ

અકસ્માતમાં મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યુ હતું

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad news : આ કેસમાં LCB ઝોન-2 સ્ક્વોડ પોલીસે ઈસનપુરમાં રામવાડી પાસે (મંગલમૂર્તિ) શ્રીનાથ બમગ્લોઝ ખાતે રહેતી સૃષ્ટિ સંતોશ માલસુરે(37)ની ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ 5.12.2024ના રોજ બપોરે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ભેરાભાઈ ડાભી પોતાના બહેરામપુરા સ્થિત ઘરેથી એક્ટીવા લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ચાંદખેડા ખાતે બંદોબસ્તમાં જવા માટે નીકળ્યા હતા. દરમિયાન રિવરફ્રન્ટ દધિતી બ્રિજ પસાર કરીને રિવરફ્રન્ટ પાર્ક પાસે પહોંચ્યા ત્યારે કોઈ અજાણી કારે તેમને ટક્કર મારી હતી.

જેમાં તેમને ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને શોધવા આ વિસ્તારના 20 કિલોમીટર એરિયાના 150થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા. જેને આધારે પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે આરોપી સૃષ્ટિ માલસુરેની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં

આ પણ વાંચો: જામનગરની સૈનિક શાળામાં લંપટ લીલા,બેન્ડ માસ્તરે શારીરિક અડપલા કરતા નોંધાઈ ફરિયાદ