Bhupendra Patel/ સીએમ ભુપેન્દ્ર પટેલને મહાકુંભ 2025ના ઉદઘાટનમાં હાજર રહેવા આમંત્રણ

સીએમ ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી એ કે શર્મા તેમજ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્ય મંત્રી કપિલદેવ અગ્રવાલે ગાંધીનગરમાં લીધી હતી.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: સીએમ ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી એ કે શર્મા તેમજ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં આગામી વર્ષે યોજાનારા  મહાકુંભ  2025ના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહેવાનું  આમંત્રણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી  યોગી આદિત્યનાથ વતી આ બે મંત્રીશ્રીઓએ ગાંધીનગરમાં  પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વી બસ સ્ટેન્ડ અને સ્ટેશનો પર શિબિરોનું આયોજન કરશે. યાત્રાળુઓને ત્યાં રોકાવા માટે માર્ગદર્શન આપશે. મહાકુંભમાં લંગરની જેમ ભંડારા ચલાવવામાં આવશે, જેમાં ભોજન અને ચાની વ્યવસ્થા કરવામાં આવશે. શિયાળાને ધ્યાનમાં રાખીને 40 હજાર ગાદલા અને 1000થી વધુ ધાબળા ખરીદવામાં આવી રહ્યા છે. કુંભની વ્યવસ્થા માટે લગભગ 5000 સ્વયંસેવકોની જરૂર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વચ્છતા ફક્ત કાર્ય જ નહીં કાયમી સંસ્કાર બનેઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર

આ પણ વાંચો: ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે, તેઓ અજાતશત્રુ છેઃ નીતિન પટેલ