Drugs/ અમદાવાદના 18 વર્ષીય યુવકનુ ડ્રગ્સ ઓવરડોઝના કારણે મોત

Ahmedabad Crime News : અમદાવાદમાં વધતાં જતાં ડ્રગ્સના કારણે યુવાનો માનસિક રીતે અસ્થિર થવા લાગ્યા અને જીવ ગુમાવી રહ્યા છે. અમદાવાદમાં ડ્રગ્સના દૂષણે એક યુવકનો ભોગ લીધો છે, અમદાવાદના વટવા રહેવાસી પ્રિન્સ શર્માનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયું હોવાની વાત મળી રહી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદ(Ahmedabad)ના વટવાના રહેવાસી 18 વર્ષીય યુવક ડ્રગ્સ(Drugs)ના રવાડે ચઢી ગયો હતો અને મિત્રો પણ ડ્રગ્સ(Drugs) લેતા હોવાની વાત સામે આવી છે, ત્યારે ઈસનપુર(Ishanpur) પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને પોલીસે એક યુવકને રાઉન્ડઅપ કર્યો છે.

ઈસનપુર(Ishanpur)માં આવેલા એક ગાર્ડનમાં આ યુવાન ડ્રગ્સ(Drugs) લેતા લેતા ઢળી પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ, ત્યાંથી યુવકને LG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ફરજ પરના ડોકટરોને લાગ્યું કે યુવાન ડ્રગ્સ(Drugs)નો બંધાણી હશે જેને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પોલીસે પણ મૃતદેહને પીએમ(PM) અર્થે મોકલીને પીએમ(PM) થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. તો ડ્ર્ગ્સ(Drugs)ના કારણે મોત થયું હોવાની વાત પીએમ રીપોર્ટમાં પણ સામે આવી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે એક કમ્પાઉન્ડરની અટકાયત કરી છે અને આ કમ્પાઉન્ડર રોજના 200 યુવકોને આવી રીતે ઈંન્જેકશન આપતો હતો,  ત્યારે પોલીસ આ સમગ્ર કેસને લઈ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, મિત્ર દ્વારા તેને ડ્ર્ગ્સ(Drugs)ના રવાડે ચઢાવ્યો હોવાની વાત સામે આવી છે. આખા કાંડનો સૂત્રધાર કમ્પાઉન્ડર હોવાની વાત છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ ‘Say No To Drugs’ અભિયાન હેઠળ નવી પહેલ શરૂ કરી છે જેમાં પોલીસ દ્વારા જે યુવાનો ડ્રગ્સ(Drugs)ના રવાડે ચઢયા છે તે લોકોને ડ્રગ્સ(Drugs)ની લતથી કેમ દૂર કરી શકાય તેને લઈ કાઉન્સિલિંગ કરવામાં આવશે, સાથે સાથે માતા-પિતા કે કોઈ મિત્ર પોલીસને માહિતી આપશે કે તેમના બાળકોને આ ડ્ર્ગ્સ(Drugs)ના રવાડાથી દૂર કરવા છે. તો પોલીસની ટીમ કાઉન્સિલિંગ કરશે અને ડ્રગ્સ(Drugs)ની લત છોડાવવામાં મદદ પણ કરશે.

પોલીસ દ્વારા જે પણ ડ્રગ્સ(Drugs) પેડલરો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેલ હવાલે કર્યા છે,અમદાવાદ(Ahmedabad) અને સુરત(Surat) માં અત્યાર સુધી સૌથી વધારે ડ્રગ્સ(Drugs) ઝડપાયું છે અને તેને લઈ પોલીસે પણ અલગ-અલગ જગ્યાએ દરોડા પણ પાડયા હતા. ત્યારે ગુજરાત(Gujarat)ના યુવાનો ડ્રગ્સ(Drugs)ના રવાડે ના ચઢે તેને લઈ પોલીસ પણ કામગીરી કરી રહી છે,ગુજરાત(Gujarat)ના દરિયાકાંઠા વિસ્તારમાંથી સૌથી વધારે ડ્રગ્સ(Drugs) બિનવારસી હાલતમાં મળી આવતુ હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોસ્ટ ગાર્ડે આંદામાન પાસે દરિયામાંથી 5 ટન ડ્રગ્સ ઝડપ્યું : અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ

આ પણ વાંચો: અમદાવાદમાં સોસાયટીના 14મા માળેથી ઝડપાયું ડ્રગ્સ

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું