Bharuch/ AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વધી મુશ્કેલીઓ, અંકલેશ્વર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વસાવા સામે અંકલેશ્વર જીઆઇડીસી (GIDC) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Others

Bharuch News: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે અંકલેશ્વર જીઆઇડીસી (GIDC) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરજમાં રુકાવટ, અન્યોના જીવ જોખમમાં મુકવા મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલામાં ખુદ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.વી. શિયાળીયા ફરિયાદી બન્યા છે.

અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં થોડા દિવસ પહેલા બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ ચૈતર વસાવા કંપનીના સ્થાન પર પંહોચ્યા હતા. બ્લાસટમાં અનેક લોકો ઘાયલ થયા હતા તો કેટલાકના મોત થયા હતા. ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારોના મોત થતા વસાવા પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળ પર ધસી ગયા હતા. મોટી સંખ્યામાં આપના નેતા સમર્થકો સાથે ત્યાં પહોચતા પોલીસની કામગીરીમાં ખલેલ પંહોચી હતી. જ્યારે તાજેતરમાં આપ નેતાએ મંજૂરી વગર પદયાત્રા કાઢી હતી અને આ મામલે પણ તેમની સામે ગુના નોંધવામાં આવ્યો છે.

ધારાસભ્ય ચૈતર વસાવા ડેટોક્સ કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં સમર્થકો સાથે કંપની પરિસરમાં પહોંચ્યા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. આ મામલે GIDC પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?

આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી