Mahesana News/ મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

વિસનગરના તરભ ગામ નજીક ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ

Top Stories Gujarat

 

Mahesana News : મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. શેરબજારનું ડબ્બા ડ્રેડિંગ વિસનગરના તરભ ગામ નજીક નંદનવન ફાર્મમાંથી ઝડપાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ માર્કેટ પ્લસની એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ લોકોને વધુ નફો કમાવી આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા હતા.

પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે કુલ 8 મોબાઈલ કબજે કર્યા છે. તેમના મોબાઈલની તપાસમાં વધુ વિગતો બહાર આવે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પોલીસ હવે AI કેમેરાથી પકડશે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી

આ પણ વાંચો: ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : લાઉડ સ્પીકર અને કેટલાક પતંગ પર પ્રતિબંધ