World News : યુએસ(US) 2006 માં ક્રિસ્ટલ મંગમે ડ્યુક યુનિવર્સિટી(Duke University)ના ત્રણ લેક્રોસ ખેલાડીઓ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. 13 માર્ચ, 2006ના રોજ, ક્રિસ્ટલ મંગુમ(Mangum) અને અન્ય નૃત્યાંગનાને એક પાર્ટીમાં પર્ફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાર્ટીનું આયોજન ડ્યુક યુનિવર્સિટી(Duke University)ના લેક્રોસ ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શન પછી મંગુમે આરોપ લગાવ્યો કે 3(ત્રણેય)” ખેલાડીઓ-ડેવિડ ઇવાન્સ(David Evans), કોલિન ફિનર્ટી(Collin Finrty) અને રીડ સેલિગમેન-એ(Reed Selighman) તેની સાથે બળાત્કાર કર્યો.
યુવતીના આરોપ પછી લાંબા સમય સુધી કોર્ટમાં કેસ ચાલતો રહ્યો. જોકે, બાદમાં સત્ય સામે આવ્યું કે આરોપો ખોટા છે. રસપ્રદ વાત એ છે કે, તેના થોડા સમય બાદ મંગુમ(Mangum) પોતે પણ હત્યાના કેસમાં દોષી સાબિત થઇ હતી. 2006માં આ બાબત અમેરિકા(America)માં ખૂબ ચર્ચાનો વિષય બની રહી હતી. આ બળાત્કારના આરોપોને જાતિ, વર્ગ અને વિશેષાધિકારની ચર્ચા તરીકે રજૂ કર્યા, જેનાથી આ કેસ વધુ વિવાદાસ્પદ બન્યો.
આરોપ કરનાર યુવતીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યાં ક્રિસ્ટલ તેના બોયફ્રેન્ડની હત્યાના આરોપમાં જેલમાં છે. જેમાં તેણે કહ્યું, ‘મેં તેની વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી. તેણે મારી સાથે બળાત્કાર કર્યો નથી. હું માત્ર ઇચ્છતી હતી કે તેઓ જાણે કે હું તેમને પ્રેમ કરું છું. તે આ સજાને લાયક ન હતો. આશા છે કે ત્રણેય લોકો મને માફ કરશે.
યુવતીએ કરેલાં બળાત્કારના આરોપો પછી ખેલાડીઓને 2007 માં, ભૂતપૂર્વ ડ્યુક ખેલાડીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ખેલાડીઓ સામેના આરોપો આખરે રદ કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડરહામ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈક નિફોંગ (જે આ કેસમાં ક્રિસ્ટલ મંગમના એટર્ની હતા) એ પુરાવા છુપાવ્યા હતા. આ કારણે માઈક નિફોંગને 2007માં બરતરફ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ટ્રેનમાંથી છોકરીનું અપહરણ? પહેલા વીડિયો બનાવ્યો, પછી કોચ બદલ્યો, ગેંગરેપના ત્રણ આરોપી
આ પણ વાંચો: અમદાવાદમાં રેપના કેસમાં આરોપીઓને કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી
આ પણ વાંચો: રેપના આરોપીને ગાંધીધામ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
