યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ આધારની વિગતોને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવી છે. આધારને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. જે અગાઉ 14 ડિસેમ્બર, 2024 એટલે કે આજના દિવસની હતી. આધારને ફ્રીમાં અપડેટ કરવા માટે તમે myAadhaar પોર્ટલની મદદ લઈ શકો છો.
પરંતુ જો તમે 14 જૂન, 2025 પહેલાં આધાર અપડેટ નહીં કરો તો તમારે આ દિવસ પછીથી ચાર્જ ચૂકવવો પડી શકે છે. ‘UIDAIએ લાખો આધાર નંબર ધારકોને લાભ આપવા માટે 14 જૂન, 2025 સુધી મફત ઓનલાઇન દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધા લંબાવી દીધી છે. આ મફત સેવા માત્ર MyAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. UIDAI લોકોને દસ્તાવેજોને અપડેટ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.’
મફતમાં આધાર કેવી રીતે અપડેટ કરી શકાય?
– સૌથી પહેલા UIDAIની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.
– પછી ‘My Aadhaar’ પર જાઓ અને ‘Update your Aadhaar’ને પસંદ કરો.
– હવે ‘Update Aadhaar Details (Online)’ પેજ પર જાઓ અને ‘Document Update’ પર ક્લિક કરો.
– આ પછી તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ત્યાં આપો, પછી ‘OTP મોકલો’ પર ક્લિક કરો.
– તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો OTP અહીં દાખલ કરો.
– તમે જે અપડેટ કરવા માંગો છો તે વિગતો પસંદ કરો (દા.ત. નામ, સરનામું, જન્મ તારીખ).
– અપડેટ કરેલી માહિતી દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
– એકવાર વિનંતી કરી દીધા બાદ, તમને તમારા અપડેટની સ્થિતિ જાણવા માટે SMS દ્વારા Update Request Number (URN) પ્રાપ્ત થશે.
આધારકાર્ડની ભારતમાં રહેનારા કોઈપણ નાગરિક માટે નકલ કરી શકાતી નથી. કારણ કે તે તેમની બાયોમેટ્રિક માહિતી સાથે જોડાયેલ છે. આ સિસ્ટમ નકલી ઓળખને ઓળખવામાં અને અટકાવવામાં મદદ કરે છે. જેનાથી ડેટા લીક થવાનું જોખમ ઘટે છે. ડુપ્લિકેટ અને નકલી આધાર નંબરો હટાવીને સરકાર પણ સરકારી યોજનાઓનો લાભ માત્ર પાત્ર લોકોને જ આપે છે.
આ પણ વાંચો: આધારકાર્ડથી લઈને TDS દરમાં 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, જાણો
આ પણ વાંચો: આધારકાર્ડમાં કેટલી વખત નામ અને સરનામાની બદલી શકાય વિગત, જાણો
આ પણ વાંચો: આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…
