Morbi News : મોરબીમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ચેરમેનનું નામ ન હોવાને લઈને આ આખો વિવાદ સર્જાયો હતો. ભાજપ(BJP)માંથી ચૂંટાયેલા મોરબી(Morbi) જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયા(Ajay Loriya) દ્વારા તેમની ઓફિસે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેની શરૂઆત જિલ્લા પંચાયત દ્વારા આજે યોજાયેલા લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં તેમનું નામ ન હોવાથી થઈ હતી. પરંતુ, તે બાબતને ગૌણ ગણાવી તેઓ દ્વારા ધારાસભ્ય(MLA) ઉપર સીધું નિશાન તાકવામાં આવ્યું હતું.
![]()
છેલ્લા 30 વર્ષથી મોરબી(Morbi)ના ધારાસભ્ય હોવા છતાં પણ મોરબી(Morbi)ની દુર્દશા છે. મોરબી(Morbi)માં કોઈ મોટું ના થવું જોઈએ, કોઈ સારા કાર્ય કરે તો હવનમાં હાંડકા નાખવાનો એનો સ્વભાવ છે. તેઓ તેમના સોશિયલ મીડિયા પર આટલા બધા કાર્યક્રમના ફોટા-વીડિયો મુકે છે, તો જો આટલા બધા કાર્યક્રમો મોરબી(Morbi)માં થતાં હોત તો મોરબી(Morbi)ની આ દુર્દશા ન હોત. સાથે જ કહ્યું હતું કે, આ તો મોરબી(Morbi)ની કમનસીબે છે કે તે મોરબી(Morbi)નો ધારાસભ્ય છે, ધારાસભ્ય આવો ના હોવો જોઇએ. હું તો એને ધારાસભ્ય ગણતો જ નથી. મોરબી(Morbi) માળિયા(Maliya) વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા(MLA Kantibhai Amrutiya)એ જિલ્લા પંચાયતના ભાજપ(BJP)ના ચેરમેનનું નામ લીધા વગર જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકોની દુકાનો છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે અને એ પણ માલ વિનાની દુકાનો, માલ હોય તો વેપાર થાય, પણ માલ વિનાની દુકાનો બંધ થઈ જાય તો એમાં કોઈકના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈ(Kanabhai)ને કોઈ લેવાદેવા જ ન હોય. આ બધા નાના-મોટી કોઈ ગુનાખોરી કરતાં હોય તો એમને હું ગમું નહિ.
![]()
આજે યોજાયેલા લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં આ ચેરમેનનું નામ ન હોવાને લઈને મોરબી(Morbi) જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઇ ટમારીયા(Hirabhai Tamaria)એ જણાવ્યું હતું કે, અમે કોઈનું નામ કાપીએ નહિ કેમ કે, એ પણ અમારા જ પરિવારના છે, પાર્ટીના જ છે એટલે નામ કાપવાનો તો પ્રશ્ન જ નથી. જે પરંપરા ચાલી આવે છે તે મુજબ જ આજે પણ આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. જે સમિતિનું કામ હોય તેના ચેરમેનનું નામ પત્રિકામાં લખવામાં આવતું હોય છે. સમગ્ર રાજ્યમાં નજીકના સમયમાં જ ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. તેવા સમયે ભાજપ(BJP)ની અંદર છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ અને વિવાદો ચાલી રહ્યા છે ત્યારે, ભાજપ(BJP)ના ચેરમેન દ્વારા ભાજપ(BJP)ના ધારાસભ્ય ઉપર જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે તેને ધારાસભ્ય દ્વારા વખોડી કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મોરબી ભાજપનું રાજકારણ ગરમાયું : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાણીએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: પ્રચાર માટે આવેલા મોરબી ભાજપ ઉમેદવારનો લોકોએ લીધો ઉધડો, જુઓ આ વીડિયો
આ પણ વાંચો: ભાજપ સામે આ ત્રણેય પરિબળો નિષ્ફળ, ન તો મોરબી કે ન રેવડી, તમામ મુદ્દાઓ પંચર
