Rajkot News : રાજકોટમાં કચરાના નિકાલને લઇને RMCની કામગીરીને લઈને શંકા વ્યક્ત થઈ રહી છે. જેમાં નાકરાવાડી ડમ્પીંગ સાઇટમાં કચરાના નિકાલને લઇને શંકા થઈ રહી છે. બીજીતરફ RMC દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને ઉંધા ચશ્મા પહેરાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં 10 લાખ મેટ્રીક ટન કચરો હોવાની RMCએ કબૂલાત કરી હતી.
ફેબ્રુઆરી 2024માં ડમ્પીંગ સાઇટ પર 10 લાખ મેટ્રીક ટન કચરો હતો. બીજીતરફ સપ્ટેમ્બર 2024માં કચરાનો નિકાલ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આજે પણ સાઇટ પર અંદાજિત 8 લાખ ટન કચરો હોવાનો દાવો થઈ રહ્યો છે. RMCએ કચરાના નિકાલ માટે રૂ. 50 કરોડનો ધુમાડો કરી નાંખ્યો છે.
વર્ષ 2019માં RMCએ 16 લાખ ટન માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કચરાને કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ સ્થિત નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદમાં ધોળકા-બાવળા રોડપર ગમખ્વાર અકસ્માત, યુવકનું નિપજયું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ
