New Delhi News/ “રામમંદિર બનાવવાથી કોઈ હિન્દુ નેતા નથી બની શકતું”…ભાગવતે કોને નિશાન સાધ્યું ?

New Delhi News : મોહન ભાગવતે ક્હ્યું કે, રામ મંદિર હિન્દુઓની આસ્થાનો વિષય છે, હિન્દુઓ માનતા હતા કે રામ મંદિર બનવું જ જોઈએ. પણ આમ કરવાથી કોઈ હિંદુ નેતા નથી બની જતો.

Top Stories India Politics

New Delhi News : મોહન ભાગવત ફરી એકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. એક કાર્યક્રમમાં તેમણે બેફામપણે કહ્યું કે, જો કોઈએ રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હોય તો પણ તે હિંદુ નેતા નથી બની શકતો. હવે સંઘ પ્રમુખે કોઈ નેતાનું નામ નથી લીધું, પરંતુ માનવામાં આવે છે કે તેમનું નિશાન પીએમ મોદી (PM Modi) તરફ છે. આ પહેલા પણ બંને નેતાઓ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે.

તે હિંદુઓ માટે આસ્થાનો વિષય હતો. હિન્દુઓ માનતા હતા કે રામ મંદિર બનવું જ જોઈએ. પણ આમ કરવાથી કોઈ હિંદુ નેતા નથી બની જતો. આપણે વિશ્વ નેતા બનવાની વાત કરીએ છીએ, મહાસત્તા બનવાની નહીં. આ એટલા માટે છે કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ સુપરપાવર બન્યા પછી કેવી રીતે વર્તન કરવાનું શરૂ કરે છે. મહાસત્તાની આડમાં તમારું અંગત સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરવો એ આપણો માર્ગ ન હોઈ શકે.

પોતાની વાતને આગળ વધારતા મોહન ભાગવતે કહ્યું કે ઈતિહાસ ભલે ગમે તેટલો રહ્યો હોય, તેનો અર્થ એ નથી કે આપણે નફરતની ઉંચાઈએ પહોંચી જઈએ, દરેક વસ્તુને શંકાની નજરે જોઈએ અને આવા મુદ્દાઓ સતત ઉઠાવતા રહીએ. આનો ઉપાય શું છે?, માત્ર એટલો જ કે આપણે દુનિયાને બતાવી શકીએ કે આપણે એક છીએ, આપણે એક થઈ શકીએ છીએ.

આરએસએસ(RSS)ના વડાએ કહ્યું કે બહારથી કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનો જૂનો શાસન પાછો આવે. તેમણે કહ્યું કે હવે દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓ પસંદ કરે છે, જેઓ સરકાર ચલાવે છે. વર્ચસ્વના દિવસો ગયા. હવે ઘણા રાજ્યોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સંઘ પ્રમુખ તરફથી આવા નિવેદન આવ્યા છે. જો મસ્જિદ સર્વેને કારણે સંભલમાં તણાવ છે તો બીજી જગ્યાએ પણ મૂર્તિ મળી હોવાના દાવા કરવામાં આવ્યા છે. હવે એ સ્પર્ધા વચ્ચે ભાગવતે આ મોટું નિવેદન આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓછામાં ઓછા ત્રણ બાળકો જરૂરી, મોહન ભાગવતનું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો: ‘વિવિધતા સાથે એક થઈને રહેવું એ હિન્દુત્વ છે’,: મોહન ભાગવત 

આ પણ વાંચો: મોહન ભાગવતે દશેરાએ કરી શસ્ત્રપૂજા. કહ્યું હિન્દુઓ માટે દુર્બળ રહેવું ગુનો