Ahmedabad News/ અમદાવાદ NCBએ 2 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપ્યું, ચારની કરી ધરપકડ

અમદાવાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ 2 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપ્યું. NCB ડ્રગ્સ ઝડપી આંતરરાષ્ટ્રીય સીન્ડીકનેટનો પર્દાફાશ કર્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ 2 કિલો કેટામાઈન ડ્રગ્સ (Drugs) ઝડપ્યું. NCB ડ્રગ્સ ઝડપી આંતરરાષ્ટ્રીય સીન્ડીકનેટનો પર્દાફાશ કર્યો. ગરમ મસાલાના પેકેટનો પર્દાફાશ કરતાં ત્રણ નાઈઝીરીયન સહિત ચારની ધરપકડ કરી. NCBએ ડ્રગ્સ ઝડપવા સાથે કર્ણાટકના બેલાહલી વિસ્તારમાંથી આરોપીઓની ઝડપી લીધા.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસો વધ્યા છે. પોલીસ તેમજ નાર્કોટિક કંટ્રોલ વિભાગ (Narcotics Control Bureau)દ્વારા અનેક વખત ડ્રગ્સને લઈને બાતમી મળતી હોય છે. અને આ સંદર્ભમાં શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડી સંદીગ્ધ વ્યક્તિઓની ધરપકડ કરાય છે. તાજેતરમાં અમદાવાદમાંથી NCB 2 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપી ચારની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક ભારતીય અન્ય ત્રણ વ્યક્તિઓ ભારતના નહિ પરંતુ નાઈજીરિયાના છે. આરોપીઓએ ગરમ મસાલાના પેકેટમાં છુપાવી ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં જુદી-જુદી કંપનીઓના ગરમ મસાલા લોકપ્રિય છે. અને આ ગરમ મસાલાનો ભારત બહાર વસતા ભારતીયો પણ ઉપયોગ કરતા હોવાથી તેને વિદેશ મોકલવામાં આવે છે.

ભારતના વિવિધ બ્રાન્ડના મસાલાના યુએસ અને યુકેમાં પણ માંગ છે. આથી જ બદમાશોએ ડ્રગ્સ હેરાફેરી માટે આ બ્રાન્ડેડ મસાલાના પેકનો ઉપયોગ કર્યો. શહેરના NCB વિભાગને ડ્રગની હેરાફેરી થવાની બાતમી મળી હતી. અને તેના આધારે વિભાગ દ્વારા એરપોર્ટ અને રેલ્વેસ્ટેશન જેવા સ્થાનો પર વોચ ગોઠવવામાં આવી. અને તેમાં NCBને સફળતા મળી અને બાતમીના આધારે ડ્રગ્સની હેરાફેરી કરનાર ચાર આરોપીઓ ઝડપયા. જેમાં ભારતીય વ્યક્તિનું નામ અદનાન ફર્નિચરવાલા છે કે જે અમેરિકા જતા પહેલા પૂણેમાં રહેતો હતો.

અમેરિકાથી પરત ફર્યા બાદથી અદનાન ડ્રગ્સના કારોબારમાં જોડાયો. અગાઉ પણ અદનાન ઉપર એક મામલામાં કાયદાકીય કાર્યવાહી થઈ છે. હાલમાં પેરોલ પર બહાર અદનાન હંમેશા વિભાગથી આગળ રહી ડ્રગ્સની હેરાફેરી કામ કરતો. જો કે NCBને અદનાના ડ્રગ્સની હેરાફેરીના કારનામાની બાતમી મળી હતી પરંતુ ડ્રગ્સને અમેરિકા એક્સપોર્ટ કરાય તે પહેલા જ જરાત,મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં ટ્રેક કરી તેને દબોચી લેવામાં આવ્યો. 8 ડિસેમ્બરે કર્ણાટકના બેંગ્લોરના વિસ્તારમાંથી એક એપાર્ટમેન્ટમાંથી અદનાનની ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન તપાસમાં સામે આવ્યું કે અદનાન સજા કાપતો હોવા છતાં પણ નાઈજીરિયન શખ્સ સાથે મળી દિલ્હીથી સિન્ડીકેટ ચલાવી રહ્યો છે. આ નાઈજીરીયન શખ્સની રેકી કરી એનસીબીએ બે કિલો ડ્ર્ગ્સ ઝડપી પાડ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આઇફોન યુઝર્સ ફરી જોખમમાં, Appleનું એલર્ટ – પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલો કરી શકે છે

આ પણ વાંચો: પેગાસસ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચારના આધારે FIR નોંધવા અરજી

આ પણ વાંચો: મમતા બેનર્જીએ પેગાસસ વિશે કર્યો ખુલાસો,25 કરોડમાં ખરીદવાની ‘ઓફર’ મળી હતી