Gujarat News/ ગુજરાતમાં મેન્ગ્રુવના સૌથી વધુ વૃક્ષોનું નિકંદન કઢાતાં દરિયાની ખારાશ વધી

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા એ ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળની એક સંસ્થા છે

Top Stories Gujarat

Gujarat News: ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI)એ ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2023 પ્રકાશિત કર્યો. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આડેધડ વૃક્ષો કપાતા ગ્રીન કવર (Green Cover) સતત ઘટી રહ્યું છે. ભારતના જંગલો અને વૃક્ષોના આવરણમાં (ગ્રીન કવર) વધારો થયો છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં ભારતનું મેન્ગ્રુવ કવર 7.43 ચો.મી. ઘટ્યું છે. ગુજરાતમાં 36.39 ચો.મી. જેટલું મેન્ગ્રુવ કવર ઘટતા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું છે. મેન્ગ્રુવ્સના નિકંદનના કારણે દરિયાકિનારો દરિયા કિનારો વધતો ગયો છે. ખારાશનું પ્રમાણ વધતા પર્યાવરણ પર તેની માઠી અસર પડી છે. મહારાષ્ટ્રથી તમિલનાડુ 6 રાજ્યોમાં 58 ટકા  જેટલું વૃક્ષોનું આવરણ ઘટ્યું છે.

ભારતના નેટ ફોરેસ્ટ કવરમાં 156.41 ચો.મી. વધારો થયો છે, પરંતુ બીજી બાજુ મેન્ગ્રુવ્સ અને પશ્ચિમ ઘાટના આવરણમાં હવે ઘટાડો થયો છે. 2021થી 1445.81 ચો.મી. ભારતમાં વૃક્ષોના આવરણમાં વધારો થયો છે જે 2023ના ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ભારતના ચોખ્ખા વન કવરમાં 156.41 ચો.મી.નો વધારો થયો છે. વૃક્ષોના આવરણમાં ચોખ્ખો વધારો વન કવર હેઠળનો વિસ્તાર 715342.61 ચો.મી. છે. વૃક્ષોના આવરણમાં 1285.4 ચો.મી.નો વધારો થયો છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ પણ મેન્ગ્રુવ વિસ્તારમાં 4.6 ચો.મી.નો ચિંતાજનક ઘટાડો દર્શાવે છે. તો ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં જંગલોનું પ્રમાણ જોઈએ તો જંગલ અને વૃક્ષોનું આચ્છાદન 174394.70 ચો.મી. છે, જેમાં 427 ચો.મી.નો ફરીથી ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં અંદાજે 1175 ચો.મી. મેન્ગ્રુવ કવર છે. જેમાં કચ્છનો અખાત, ખંભાતનો અખાત અને દક્ષિણ ગુજરાતમાં મેન્ગ્રુવનું પ્રમાણ વધુ છે.

ભારતના જંગલો અને વૃક્ષોનું આવરણ ભૌગોલિક વિસ્તારના 25.17 ટકા છે અને તેમાં 21.76 % જંગલ અને 3.41% વૃક્ષ આવરણ છે. 2021 ના મૂલ્યાંકનની તુલનામાં, દેશના જંગલો અને વૃક્ષોના આવરણમાં વધારો થયો છે. છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ , ઓડિશા અને રાજસ્થાન જંગલ અને વૃક્ષોના આવરણમાં મહત્તમ વધારો દર્શાવતા ટોચના ચાર રાજ્યો છે. વૃક્ષોના આવરણમાં મહત્તમ વધારો દર્શાવતા ટોચના ત્રણ રાજ્યો મિઝોરમ, ગુજરાત અને ઓડિશા છે. ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં વન કવરની ટકાવારીની દ્રષ્ટિએ , લક્ષદ્વીપ (91.33 ટકા) સૌથી વધુ વન કવર ધરાવે છે ત્યારબાદ મિઝોરમ અને આંદામાન અને નિકોબાર ટાપુ આવે છે. દેશમાં કુલ મેન્ગ્રુવ કવર 4,992 ચો.મી. છે. ભારતે 2030 સુધીમાં વધારાના જંગલો અને વૃક્ષોના આવરણ દ્વારા 2.5 થી 3 અબજ ટન CO2 સમકક્ષ વધારાના કાર્બન સિંક બનાવવાનું વચન આપ્યું હતું, તેમજ 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર જમીનને પુનઃસંગ્રહ હેઠળ લાવવાનું વચન આપ્યું હતું.

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા એ ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળની એક સંસ્થા છે જેનો મુખ્ય આદેશ દેશમાં વન સંસાધનોનું સર્વેક્ષણ અને મૂલ્યાંકન કરે છે.  ISFR 2023 રિપોર્ટ પ્રમાણે ભારતનું કાર્બન સિક્વેસ્ટ્રેશન (જળવાયુ પરિવર્તનમાં ઘટાડો કરવો) પણ વધ્યું છે. છેલ્લા ISFR રિપોર્ટ (ISFR 2021) થી, ભારતના વધેલા જંગલો અને વૃક્ષોના આવરણ (1,445.81 ચોરસ કિમી)ના કારણે 2.29 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ વધારો થયો છે. આ દરે, રિપોર્ટનો અંદાજ છે કે 2030 સુધીમાં, ભારત જંગલો અને વૃક્ષોના આવરણ દ્વારા 31.71 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ જપ્ત કરી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગ્રહ-નક્ષત્ર અનુસાર ચોમાસામાં વૃક્ષો વાવી જીવનને સમૃદ્ધ બનાવો

આ પણ વાંચો:નીલગીરીના વૃક્ષોમાં કાર્બન ડાયોકસાઇડને શોષવાની ક્ષમતા સૌથી વધુ

આ પણ વાંચો:લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?