Gandhinagar News/ રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

ગાંધીનગર ખાતે નવા વર્ષ 2025ના સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ ૨૩ આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવી છે.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી(Gift City) અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન(Sabarmati Station) જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ. કે. દાસ, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક વી. એમ. રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: દિવાળી કઈ તારીખે ઉજવાશે, સરકારી કેલેન્ડર અને પંચાગ શું કહે છે…

આ પણ વાંચો: સરકારી પરીક્ષાનાં લાભાર્થી માટે સારા સમાચાર, GPSCએ 7 પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું, વર્ગ 1, 2ની 8 જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા, કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુ.પરીક્ષા, ગુજરાત

આ પણ વાંચો: ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો, 5 કરારો થયા