Azerbaijan Airlines crash/ અઝરબૈજાન પ્લેન ક્રેશ : પક્ષીઓ સાથે અથડાઈને ઓક્સિજન ટાંકીમાં વિસ્ફોટની આશંકા, અત્યાર સુધીમાં 42ના મોત

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્લેન હવામાં હતું ત્યારે તે પક્ષીઓના ટોળા સાથે અથડાયું અને પછી તેની ઓક્સિજન ટાંકીમાં વિસ્ફોટ થયો. દુર્ઘટના પહેલા વિમાને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી.

World Trending

World News : કઝાકિસ્તાન (Kazakhstan)માં અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું. દેશના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાનમાં 70 લોકો હતા અને અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા છે, જ્યારે ઘણા સ્થાનિક મીડિયા અહેવાલોએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક 42 પર પહોંચી ગયો છે. જાણકારી મળી છે કે ક્રેશના થોડા સમય પહેલા જ પાઈલટોએ ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્લેન હવામાં હતું ત્યારે તે પક્ષીઓના ટોળા સાથે અથડાયું હતું અને ત્યારબાદ તેની ઓક્સિજન ટાંકીમાં વિસ્ફોટ થયો હતો.

અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 માં આગ લાગી હતી કારણ કે તેણે કઝાક(Kazak) શહેર અક્તાઉ નજીક ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. બીબીસી અનુસાર, પ્લેન રશિયા(Russia)ના ગ્રોઝની શહેર જઈ રહ્યું હતું પરંતુ ધુમ્મસને કારણે તેનો રૂટ બદલી નાખ્યો. ફૂટેજમાં જોઈ શકાય છે કે પ્લેન લેન્ડિંગ ગિયર ડાઉન કરીને તેજ ગતિએ જમીન તરફ આગળ વધી રહ્યું છે અને લેન્ડ થતાની સાથે જ આગ પકડી લે છે. એરલાઈને જણાવ્યું હતું કે વિમાને અક્તાઉથી લગભગ 3 કિમી (1.9 માઈલ) દૂર “ઇમરજન્સી લેન્ડિંગ” કર્યું હતું. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ Flight radar24 અનુસાર, વિમાને બુધવારે અઝરબૈજાનની રાજધાની બાકુથી 03:55 GMT વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 06:28 વાગ્યે ક્રેશ થયું હતું.

https://twitter.com/RT_com/status/1871855745748156911?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1871855745748156911%7Ctwgr%5E02930107a1da05523ba438b10885916e30a033c8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Finternational%2Fazerbaijan-plane-crash-how-plane-crash-in-kazakhstan-bird-hit-then-oxygen-tank-blast-many-killed-201735129829005.html

રશિયન મીડિયા(Russian Media) અહેવાલો સૂચવે છે કે વિમાન ક્રેશ થતા પહેલા પક્ષીઓના ટોળાને અથડાયું હતું, પરંતુ હજી સુધી આની પુષ્ટિ થઈ નથી. આ સિવાય ક્રેશ પહેલા પ્લેનની ઓક્સિજન ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. સંબંધિત દેશોના અધિકારીઓએ બોર્ડમાં સવાર અને બચી ગયેલા લોકોના અલગ-અલગ નંબર આપ્યા છે. પ્રાથમિક મૂલ્યાંકન મુજબ, અકસ્માતમાં 25 લોકો બચી ગયા હતા અને તેમાંથી 22ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરલાઈને જણાવ્યું હતું કે બોર્ડમાં 62 મુસાફરો અને 5 ક્રૂ હતા, પરંતુ અન્ય અહેવાલો અનુસાર મુસાફરોની કુલ સંખ્યા 72 છે. બચી ગયેલા લોકોની સંખ્યા 25 થી 32 ની વચ્ચે હોવાનું જાણવા મળે છે.

વિમાનમાં મોટાભાગે અઝરબૈજાનના નાગરિકો હતા, પરંતુ રશિયા(Russia), કઝાકિસ્તાન (Kazakhstan) અને કિર્ગિસ્તાન(Kirgistan)ના કેટલાક મુસાફરો પણ હતા. અપ્રમાણિત વિડિયો ફૂટેજમાં બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર નીકળતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં કેટલાકને ઈજાઓ દેખાઈ હતી. અઝરબૈજાન અને કઝાકિસ્તાને અકસ્માતની તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે ભારતીય ન હતું, DGCAના વરિષ્ઠ અધિકારીએ આપ્યું આ મોટું અપડેટ

આ પણ વાંચોઃ ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું પ્લેન ક્રેશ મામલે રિપોર્ટમાં થયો આ ખુલાસો,જાણો

આ પણ વાંચોઃ પ્લેન ક્રેશ બાદ પ્લેનમાં બચી ગયેલા કપલે પ્લેન સાથે સેલ્ફી લીધી, લોકોએ કરી કોમેન્ટ્સ