Ahmedabad News : ઉત્તરાયણના તહેવારને પગલે ચાઈનીઝ દોરીના સંગ્રહ,વેચાણ અને ઉડાડવા ઉપર તથા નાયલોન કે સિન્થેટિક મટીરીયલ હોય તેવા ચાઈનીધ દોરાના વેચાણ ઉત્પાદન પર પોલીસે જાહેરનામુ બહાર પાડીને
પ્રતિબંધ મુકેલો છે. આ જાહેરનામાના અમલ માટે પોલીસે બાવળામાં ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું.
દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે રજોડા પાટીયાથી રજોડા ગામ જવાના રસ્તા પર જબ્બરસિંહ જે.વાઘેલાની ઓરડીમાં મેહુલ એન.રાવલ ચાઈનીઝ દોરીની ફિરકીઓ રાખી છુટક વેચાણ કરે છે.જેને આધારે પોલીસે અહીં દરોડો પાડીને રૂ. 43,200 ની કિંમતની 144 ફિરકીઓ કબજે કરી હતી.પોલીસે આ કેસમાં મેહુલ એન.રાવલની ધરપકડ કરી હતી. જ્યારે સમીરશા નબીશા ફકીરની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં
આ પણ વાંચો:પ્રદૂષણના વધતા જતા સ્તરથી અસ્થમાના દર્દીઓ કેવી રીતે મેળવશો રાહત?
આ પણ વાંચો:પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ
