Entertainment News/ પ્રખ્યાત RJ અને સોશિયલ મીડિયા ફેમસ સિમરન સિંહનું મોત, ફ્લેટમાંથી મળી લાશ

પ્રખ્યાત RJ અને સોશિયલ મીડિયા ફેમસ સિમરન સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ફેન્સમાં દુઃખની લાગણી …..

India Trending Entertainment

પ્રખ્યાત RJ અને સોશિયલ મીડિયા ફેમસ સિમરન સિંહનું મોત થયું છે, ગુરુગ્રામ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. 25 વર્ષીય સિમરનનો મૃતદેહ ગુરુગ્રામમાં તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. હાલ ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, સિમરન ગુરુગ્રામ સેક્ટર 47માં એક ફ્લેટમાં ભાડે રહેતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સાથે એક યુવક પણ રહે છે, જેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેને પરિવારજનોને સોંપી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યોએ કોઈપણ પ્રકારની આત્મહત્યાનો ઇનકાર કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હિન્દુ ધર્મને લઈને સાંસદ સિમરનજીત માનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો: સોનાક્ષી સિન્હા પહેલીવાર  પિતા શત્રુઘ્ન સિંહા સાથે એક મ્યુઝિક વીડિયોમાં મળશે જોવા

આ પણ વાંચો: દુલ્હન બનવાની હતી પણ ડોલીની જગ્યાએ અર્થી ઉઠી!મોહાલીમાં અકસ્માત મા મરી ગયેલી યુવતીના મંગેતરની આપવીતી