Surat News: સુરત (Surat)માં મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) સમયસર પૂર્ણ થાય માટે પોલીસ કમિશનર (Police Commissioner)નું જાહેરનામું (Notification) પ્રસિદ્ધ કરાયું. મેટ્રો પ્રોજેક્ટ (Metro Project) વહેલી તકે પૂર્ણ કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. મેટ્રો રેલ પ્રોજેક્ટના સુચારુ અને વિઘ્નમુક્ત નિર્માણ માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. આ જાહેરનામાં મુજબ 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી મેટ્રોની કામગીરી કરવામાં આવશે. જેને લઈને પ્રજાજનોએ ટ્રાફિક નિયંત્રણ માટે જણાવવામાં આવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે.

મેટ્રો પ્રોજેક્ટના સુચારુ અને વિઘ્નમુક્ત નિર્માણ માટે મહત્વનો નિર્ણય કરાયો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. મેટ્રો પ્રોજેક્ટ પૂર્ણ કરવા તંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય પ્રયાસ થઈ રહ્યા છે. શહેરના નાગરિકોને મેટ્રો રેલની શક્ય તેટલી વહેલી તકે સુવિધા મળે તે ઉદેશ્ય હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત વાહનવ્યવહારને ડાયવર્ટ કરવામાં આવશે અને કેટલાક માર્ગો પર પ્રતિબંધ મૂકાશે.
લાભેશ્વર ચોકી, કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનોના માર્ગ પર પ્રતિબંધ મૂકાયો છે. 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. દરમ્યાન જ્યાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે તે સ્થાન પર તમામ પ્રકારના વાહન વ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો. ટ્રાફિક નિયંત્રણ માટે આ નિયમોનું પાલન જરૂરી. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.ટ્રાફિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે સુરત પોલીસ કમિશનરે અધિકારીઓને આદેશ આપ્યો. જાહેરનામા બાદ મેટ્રો પ્રોજેક્ટમાં ગતિ આવશે. અને આગામી વર્ષ 2025ના અંતમાં પ્રોજેક્ટ પૂર્ણ થતા નાગરિકો મેટ્રો રેલની સુવિધાનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો: સુરતીઓ વગર ધુમ્રપાને 99 સિગારેટ પીધા જેટલું ઝેર શ્વાસમાં લઈ રહ્યાં છે…
આ પણ વાંચો: સુરત ટ્રાફિક પોલીસ વાહનના નિયમોનો ભંગ કરનારા સામે બની વધુ આકરી!
આ પણ વાંચો: સુરતમાં શુદ્ધ પાણીના નામે ભેળસેળનું વેચાણ, 14 માંથી 9 નમૂના ફેલ
