Surat News: સુરત (Surat)માં શુદ્ધ પાણી (pure water)ના નામે ભેળસેળ (Adulterated)નું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં વેચાતી પાણીની બોટલમાં કેટલા ટકા શુદ્ધ પાણી છે તેને લઈને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી હતી. અને તેમાં 14 સેમ્પલમાંથી 9 નમૂના ફેલ થયા હોવાનો ખુલાસો થયો. છેલ્લા 11 મહિનામાં મિનરલ વોટર, પેકેડ્જ બોટલ અને જારના પાણીના નમૂનાના સેમ્પલ લેવાયા હતા.
શહેરમાં સફેદ પાણીના વેચાણમાં લોકો કાળા કામો કરી રહ્યા છે. શુદ્ધ પાણીના વેચાણના નામે લોકોને પેકેજ્ડ બોટલોમાં ભેળસેળયુક્ત પાણી આપી રહ્યા છે. પાણીની શુદ્ધતાને લઈને વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ. વિભાગે પાણીના સેમ્પલના નમૂના લીધા હતા જેને લેબોરેટરીમાં તપાસમાં મોકલવામાં આવ્યા. અને તેમાંથી 14 સેમ્પલમાંથી 9 નમૂના ફેલ થયા. ફેલ થયેલ સેમ્પલમાં મિનરલ્સનો અભાવ અને પીએચ મૂલ્ય 6.5 કરતાં ઓછું હતું. તેમજ ક્લોરાઇડ અને હાર્ડનેસ સ્તર 500થી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું.
મોટી-મોટી કંપનીઓ બજારમાં શુદ્ધ પાણીના નામે ભેળસેળ કરે છે. કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ, એચ. એન. ટ્રેડર્સ, વરૂણ એન્ટરપ્રાઇઝિસ, ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ, રાઠોડ બ્રધર્સ, બ્રીથ બેવરેજેસ, પી.એમ. માર્કેટિંગ, નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ અને ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસના નમૂના તપાસમાં નિષ્ફળ નિવડ્યા. આ તમામ કંપનીઓના નમૂના ફેલ થવા પર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરતા દંડ ફટકારવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા સમાચાર! અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે