BZ Group Scam News: BZ કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો. ગતરોજ મોડી રાત્રે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની અટકાયત કરવામાં આવી. જેના બાદ આ કૌભાંડની તપાસમાં વધુ એક મોટા બ્રેકિંગ ન્યુઝ સામે આવ્યા. અહેવાલ મુજબ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર PI હોવાનો ધડાકો થયો. ઝાલાની ભાવિ મંગેતર ક્યાંની PI છે અને ક્યાં ફરજ બજાવે છે તેને લઈને વધુ વિગતો સામે આવી નથી. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.
ભૂપેન્દ્ર ઝાલાની ભાવિ મંગેતર કે જે PI છે તે અનેક વખત એક ફાર્મ હાઉસ પર અવાર-જવર કરતી જોવા મળી હતી. જેના આધારે ઝાલા ત્યાં છુપાયો હોવાની શંકા થઈ અને વોચ ગોઠવવામાં આવી. ક્રાઈમની આશંકા દૃઢ થતા ફાર્મહાઉસ પર દરોડો પાડતા ઝાલા ઝડપાયો. આ ફાર્મહાઉસ ઝાલાની ભાવિ મંગેતરના એક સંબંધીનું છે. લાંબા સમયથી ફરાર આરોપીને આશરો આપનારા ફાર્મ હાઉસ ની પણ તપાસ થશે.
CID ક્રાઈમે BZ કૌભાંડની તપાસ હાથમાં લીધા બાદ સંડોવાયેલા એજન્ટોને સંકજામાં લીધા. પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયા બાદ ફરાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા ક્રાઈમ બ્રાંચે આકાશ-પાતાળ એક કર્યા. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી CID ક્રાઈમ દ્વારા BZ કૌભાંડની તપાસ તેજ કરવામાં આવી. કૌભાંડીઓને પકડવા CID ક્રાઈમે અનેક સ્થાનો પર દરોડા પાડ્યા તો શિક્ષક, પ્રિન્સીપાલ અને જમીન દલાલો સહિતના લોકોની અટકાયત કરી. તમામ શકમંદોની પૂછપરછ કરતા નવા ખુલાસા સામે આવવા લાગ્યા. અને અંતે આ કૌભાંડમાં કડક કાર્યવાહી કરતા ભૂપેન્દ્ર સિંહ ઝાલાના ભાઈ રણજીત સિંહ ઝાલા તેના સી.એની દબોચ્યા. અને આખરે રેલો ભૂપેન્દ્રસિંહા ઝાલા સુધી પંહોચ્યો. બે દિવસમાં BZ કૌભાંડની તપાસ કરતી CID ક્રાઈમને મોટી સફળતા મળી સૂત્રધાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા આખરે ઝડપાયો.
ભૂપેન્દ્ર ઝાલા પર આરોપ છે કે તેણે મોટી ચીટીગ અને નાણાંકીય કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ 2020 થી ચાલુ હતું અને થોડા સમય પહેલા જ એક કા ડબલ કૌભાંડનો પર્દાફાશ થયો. જેના બાદથી આરોપી અને તેના મળતિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જો કે પોલીસે એક પછી એક તમામને ઠેકાણે કરી દીધા. અને અંતે કૌભાંડ કિંગ ભૂપેન્દ્ર ઝાલાને દબોચવામાં પોલીસને મોટી સફળતા મળી.

પરીક્ષિતા રાઠોડ, IG CID ક્રાઈમના જણાવ્યા મુજબ, CID ક્રાઈમની ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધાર પર મહેસાણા જિલ્લામાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાની હાજરીનો સંકેત મળ્યો હતો, જેના પરથી ઝાલાને ઝડપવામાં સફળતા મળી હતી. BZ કૌભાંડનો પર્દાફાશ થયા બાદથી ભૂપેન્દ્ર સિંહ ઝાલા ફરાર થયો. દરમ્યાન તે અનેક વખત વેશ બદલી જુદા-જુદા સ્થાનો પર રોકાયો. ઝાલા ગુજરાતના એક ફાર્મહાઉસમાં છુપાયો હોવાની ક્રાઈમને બાતમી મળતા તેને દબોચી લીધો. આ ફાર્મ હાઉસ તેની મંગેતરના ધર્મના ભાઈ હોવાનું સામે આવ્યું છે. ઝાલાની મંગેતર અનેક વખત પોતાના ધર્મના ભાઈની સલાહ પણ લેતી હતી. CID હવે ફાર્મ હાઉસ પર પણ તપાસ કરી રહી છે, જ્યાં ઝાલાને આશરો મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ભૂપેન્દ્ર ઝાલાનો કોંગ્રેસ પક્ષ સાથે સંબંધો હોવાનું રહસ્ય છતું થયું. કોંગ્રેસના નેતાના એક સંબંધી સાથે ઝાલા નજીકના સંબંધો ધરાવતો હોવાનો ખુલાસો થયો. મીડિયામાં ચર્ચા છે કે ઝાલાને કિરણસિંહ સાથે સંબંધ છે અને કિરણસિંહ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાનો ભાણેજ હોવાનું જાણવા મળ્યું છે. આ ખુલાસા બાદ BZ કૌભાંડીનું કોંગ્રેસ સાથે સંબંધને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું
આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી
આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા
