Mahisagar News : મહીસાગરની ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 2ના એક બાળકને શાળા દ્વારા આપવામાં આવેલી એજ્યુકેશન કીટમાં રહેલ પેન્સીલ સેલ ફાટવાના કારણે ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના બાદ શાળા સામે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ માટે એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. આ કીટમાં રહેલ પેન્સીલ સેલ બાળકના હાથમાં ફાટી જતાં તેની આંખ અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી. બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે લુણાવાડા ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.
નાની ઉંમરના બાળકને આવી ગંભીર ઈજા થવી એ ચિંતાનો વિષય છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સામગ્રીની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. શું આવી નાની ઉંમરના બાળકોને પ્રોજેક્ટ માટે આવી જોખમી સામગ્રી આપવી જરૂરી હતી ? આ બાળકની આંખને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. શાળાઓએ આવી વસ્તું આપતાં પહેલાં વિચારવું જોઈએ.
આ ઘટના બાદ શાળા અને શિક્ષણ વિભાગની જવાબદારી નિશ્ચિત કરવી જરૂરી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સામગ્રીની ગુણવત્તાની ખાતરી કરવી જોઈએ. આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ વિભાગે કડક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો: મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા
આ પણ વાંચો: મહીસાગરમાં ખાનપુરના વડાગામ પાસે ઝડપાયો દારુ
આ પણ વાંચો: મહીસાગરમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો
