Junagadh News/ લ્યો બોલો હવે સરકારી વાહન ‘ખિલખિલાટ વાન’માં “ખાતર”નું વહન

જુનાગઢના ગીર ગઢડામાં સરકારી વાહન ‘ખિલખિલાટ વાન’માં ખાતરની થેલીઓ ભરાઈ.

Top Stories Gujarat Others

Junagadh News: જુનાગઢના ગીર ગઢડામાં સરકારી વાહન ‘ખિલખિલાટ વાન’માં ખાતરની થેલીઓ ભરાઈ. રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓની સેવા માટે ખિલખિલાટ વાન સેવાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. પરંતુ ગીર ગઢડામાં ખિલખિલાટ વાન વાહનનો દુરુપયોગ થતો જોવા મળ્યો. સગર્ભા મહિલાને બદલે ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓનું વહન થઈ રહ્યું છે. સરકારી વાહન ખિલખિલાટ વાનનો દુરુઉપયોગ થતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ખળભળાટ મચાવતા તંત્રની ચિંતા વધારી છે.

ખિલખિલાટ વાહન સેવારતથી વર્ષ 2023-24માં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ કુલ  18.45 લાખ લાભાર્થીઓ લાભ મેળવ્યો

રાજ્યમાં મોટા શહેરો સિવાયના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોને વધુ સુવિધા આપવા સરકાર નવી યોજનાઓ અને સેવા પૂરી પાડતી હોય છે. પરંતુ સરકારી સેવાનો દુરુપયોગ થયાના અનેક કિસ્સાઓ અને કૌભાંડો સામે આવી રહ્યા છે. ખ્યાતિકાંડ બાદ સગર્ભા મહિલાઓની સેવા માટે મુકેલ વાહનનો દુરુપયોગ થયાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં દેખાય છે કે સરકારી વાહનમાં ખાતરની થેલીઓ લઈ જવામાં આવે છે. ખિલખિલાટ વાનમાં ખાતરની થેલીઓ ઠાલવાતો વાયરલ વીડિયોથી સવાલ થાય છે કે શું સરકારને નઘરોળ કામગીરીની જાણ નથી. કે પછી આ મામલે આખ આંડા કાન કરવામાં આવી રહ્યા છે.

ખિલખિલાટ વાનનો વાયરલ વીડિયો જોઈ સવાલ થાય છે કે સરકારને લોકોના આરોગ્યની ચિંતા નથી, પરંતુ ખાતરની ખરેખર ચિંતા છે ! શું આરોગ્ય વિભાગને ખાતર ભરવા “ખિલખિલાટ વાન” આપી છે ? અને જો સરકારી અધિકારીઓને જાણ બહાર આ પ્રવૃત્તિ થતી હોય તો શું વાન ચાલક અંગત ઉપયોગ માટે આવા સરકારી વાહનનો ઉપયોગ કરી શકે છે…? ખિલખિલાટ વાનના વાયરલ વીડિયોએ અનેક સવાલ પેદા કર્યા છે. આ વીડિયો બાદ આરોગ્ય વિભાગ યોગ્ય પગલાં લેશે કે નહી ?

રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપવાના ઉમદા હેતુ સાથે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર ૨૦૧૨ થી સગર્ભા બહેનો તથા ધાત્રી માતાઓ માટે ખિલખિલાટ વાહનોની સેવા શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો ઉદેશ્ય સર્ગભા બહેનોને સુરક્ષા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાનો છે. પરંતુ સરકારી વાહનોનો દુરુપયોગ થઈ રહ્યો છે તેની સરકારને પોતાના પણ જાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા

આ પણ વાંચો: મહીસાગરમાં ખાનપુરના વડાગામ પાસે ઝડપાયો દારુ

આ પણ વાંચો: મહીસાગરમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો