Amreli News: અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાની સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં ઉતર્યુ છે. નગરપાલિકાએ રૂ. 700નો વેરો વધારતા ચેમ્બર ઓફ કોમર્સ લાલઘૂમ થઈ ગઈ છે. નગરપાલિકાના આ મનસ્વી નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સે બાંયો ચઢાવી છે અને 31મી ડિસેમ્બરે બંધનું એલાન આપ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સે નગરપાલિકાના વિવેકમુનસફી મુજબના લીધેલા નિર્ણયનો વિરોધ કરતાં તેના આ વિરોધને માર્કેટિંગ યાર્ડે પણ ટેકો આપ્યો છે. માર્કેટિંગ યાર્ડે જણાવ્યું હતું કે તંત્રના મનસ્વીપણાને રોકવા માટે ચેમ્બર ઓફ કોમર્સે લીધેલો નિર્ણય કાબિલેદાદ છે. તેથી તેમના નિર્ણયને અમારું સમર્થન છે.
આના લીધે માર્કેટિંગ યાર્ડમાં 31મી ડિસેમ્બરે ખેતજણસની હરાજી બંધ રહેશે. ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી દેવામાં આવી છે કે વર્ષના અંતિમ દિવસે હરાજી બંધ રહેશે. ચેમ્બરનો આક્ષેપ છે કે નગરપાલિકા અણઘડ રીતે વહીવટ કરે છે અને તેના લીધે અમારે મેદાનમાં ઉતરવું પડ્યુ છે અને તેના પછી તે આ રીતે મનસ્વીપણે વેરા વધારો કરે તેને કઈ રીતે ચલાવી લેવાય.
આમ બગસરાની મનપાના અણઘડ વહીવટ સામે ચેમ્બરે બાંયો ચઢાવતા આખો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આગામી દિવસમાં ચેમ્બર ઓફ કોમર્સ મનપાના વેરા વધારા સામે કેવી લડત આપે છે અને તેમની આ લડતને કેટલું જનસમર્થન મળે છે તે પણ જોવાનું રહ્યુ. જો કે સામાન્ય લોકોમાં પણ આ પ્રકારની વેરા વૃદ્ધિ સામે આક્રોશ તો છે જ, ફક્ત ચેમ્બર ઓફ કોમર્સે તો આ વિરોધને વાચા આપવાનું કામ કર્યુ છે. તેમના આ વિરોધને વ્યાપક જનસમર્થન પણ મળી રહ્યું છે. લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે બગસરાની પાલિકા પણ બગસરાની બંગડીઓ કરતાં પણ ગઈ.
આ પણ વાંચો: અમરેલીમાં કૌશીક વેકરીયા વિરુદ્ધ બનાવટી લેટર મામલામાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું
આ પણ વાંચો: અમરેલીમાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ધરતીકંપ, ત્રણ આરોપીને ઝડપી લઈ પોલીસે પુછપરછ શરૂ કરી
આ પણ વાંચો: અમરેલીમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાતા મચી ચકચાર
