Rajkot News : રાજકોટમાં 25 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો આપવામાં આવ્યો છે. 47 જેટલા આરોપીઓને આ ચુકાદાથી રાહત મળી છે.
વર્ષ 2000માં પરેશ શાહ અને ભાસ્કર પારેખનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પીડિત પરિવાર 3 કરોડ રૂપિયા આપવા માટે સંમત થયો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ યુવાનોને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી બચાવી લીધા હતા. જો કે, આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ગાયબ થઈ ગયા હતા અને કેટલાક સાક્ષીઓએ પોતાની જુબાની બદલી નાખી હતી. આ કારણે આ કેસમાં પુરાવા મળવામાં મુશ્કેલી પડી હતી.
આ કેસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ અપહરણ પાછળ લશ્કરે તોયબા અને જૈશ એ મહંમદ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ હોઈ શકે છે. જો કે, આ બાબત અંગે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા. આ કેસમાં 25 વર્ષ બાદ આવેલો આ ચુકાદો ચોક્કસપણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો મળ્યો છે, જેના કારણે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ઈસમોને પકડી પાડ્યા
આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં અપહરણ કરાયેલા બાળકનો પોલીસે કરાવ્યો છુટકારો : ત્રણ આરોપી ઝડપાયા
આ પણ વાંચો: જસદણમાં યુવકે 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને કર્યુ દુષ્કર્મ
