Banaskantha News/ બનાસકાંઠામાં વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ઈસમોને પકડી પાડ્યા

પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને છોડાવ્યો હતો.

Top Stories Gujarat Others
Image 2024 12 30T112049.342 બનાસકાંઠામાં વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં ઈસમોને પકડી પાડ્યા

Banaskantha News: બનાસકાંઠામાં (Banaskantha) પૈસાની લેતી દેતી મામલે વેપારીનું શનિવારે રાત્રે અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું હતું. પોલીસે ધનસુરાથી અપહ્યત વેપારીને છોડાવી 4 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સામે પાલનપુર પોલીસે (Palanpur West Police) ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શનિવારે રાત્રે ધીરજ માળી નામના વેપારીનું રૂપિયા 50 હજારની લેતી દેતીના મામલામાં પાટણ જીલ્લાના ચાર જેટલા ઈસમોએ વેપારીનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. માહિતી મુજબ પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી. તપાસ, પૂછપરછના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને છોડાવ્યો હતો. ચારેય ઈસમો વેપારી સાથે ભાગીદારીમાં કોલસાનો વેપાર કરતા હતા. પોલીસે કિશન ઠક્કર, નાગજી રબારી, સંજય રબારી, જીગ્નેશ રબારીની ધરપકડ કરી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામાં સગીર બાળાનું મુસ્લિમ શખ્સ દ્વારા અપહરણ કરાયું. ભાણવડ પંથકમાં મુસ્લિમ શખ્સ દ્વારા સગીર વયની બાળાનું અપહરણ કરવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાયર્વાહી કરી. ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા પોલિસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા આકાશ-પાતાળ એક કર્યા. પોલીસની તત્કાલ કામગીરી અને સતર્કતાના કારણે ગણતરીની કલાકોમાં જ બાળા સહિત આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી.

સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયા બાદ અટકાયત કરી પૂછપરછમાં આરોપીનું નામ રજાક ઉર્ફે ટકો મામદ નાગલા હોવાનું સામે આવ્યું અને બાળાના અપહરણના કામમાં તેના સાગરિતનું નામ હનિફ કારું કાંટેલિયા હોવાની ખબર પડી. પોલીસે બંને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાં અપહરણ કરાયેલા બાળકનો પોલીસે કરાવ્યો છુટકારો : ત્રણ આરોપી ઝડપાયા

આ પણ વાંચો:પિતા લોન ન ભરી શક્યા તો રીકવરી કરનારા શખ્સે દિકરીનું અપહરણ કરીને વેચી દીધી

આ પણ વાંચો:દ્વારકા પોલીસનું કારનામું, બાળાનું અપહરણ કરનાર આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો