Delhi News: રાજધાની દિલ્હીમાં (Delhi) વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન ભાજપે (BJP) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેમાં 29 ઉમેદવારોના નામ છે. ભાજપની આ યાદીમાં ભાજપે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિષી સામે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કેજરીવાલ સામે પ્રવેશ વર્માની ટિકિટ
ભાજપની આ યાદીમાં અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીના સીએમ આતિશી સામે બીજેપી તરફથી રમેશ બિધુરીને તક મળી છે. ભાજપે ગાંધીનગર બેઠક પરથી દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલીને ટિકિટ આપી છે. આ ઉપરાંત માલવિયા નગરથી ભાજપના અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયને ટિકિટ મળી છે.
કૈલાશ ગેહલોતને વિજવાસન બેઠક પરથી ટિકિટ મળી છે
ભાજપની યાદી અનુસાર, કૈલાશ ગેહલોતને દિલ્હીની વિજવાસન બેઠક પરથી ટિકિટ મળી છે, જેઓ તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. રવીન્દ્ર નેગીને પટપરગંજ વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી છે, જેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં મનીષ સિસોદિયા સામે સારી લડાઈ લડી હતી.
Delhi | BJP releases its first list of the candidates for #DelhiElection2025
Parvesh Verma to contest from New Delhi assembly seat against AAP’s Arvind Kejriwal; Dushyant Gautam from Karol Bagh, Manjinder Singh Sirsa from Rajouri Garden, Kailash Gehlot from Bijwasan, Arvinder… pic.twitter.com/jcvaW418U8
— ANI (@ANI) January 4, 2025
આ પણ વાંચો:દિલ્હી પ્રજાસત્તાક દિવસ પરેડ 2025: ટિકિટના દર અને ટિકિટને કેવી રીતે બૂક કરવી ?
આ પણ વાંચો:દિલ્હીના LGએ CM આતિશીને કહ્યું, કેજરીવાલે તમને કામચલાઉ મુખ્યમંત્રી કહ્યાં છે, આતિશીએ કહ્યું…
