Ahmedabad News/ અમદાવાદના ઈસનપુરમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે 1.52 લાખનો મુદ્દામાલ કબજે : એક આરોપી ઝડપાયો

પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ઈસનપુર પોલીસને માહિતી મલી હતી કે મોહંમદ હનીફ ઉર્ફે મામુ મોહમ્મદસિદ્દીક સૈયદ નામનો શખ્સ તેના ઘરમાં એમડી ડ્ગર્સનો જથ્થો રાકીને તેનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મોહંમદ હનીફના ઈસનપુરના ફિરદોસ કંપાઉન્ડમાં આવેલી પાનવાલી ચાલીના મકાન પર દરોડો પાડ્યો હતો.

જેમાં પોલીસે તપાસ કરતા અહીંથી ગેરકાયદે નશીલા પદાર્થ મેફેડ્રોનનો 8 ગ્રામ 320 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.83,200 ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન, રૂ.58,380 રોકડા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મળીને કુલ રૂ. 1,52,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત, કાર અને રિક્ષા વચ્ચે ટક્કર

આ પણ વાંચો:બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 2નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ