Canada PM Justin Trudeau/ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લેવાયો નિર્ણય

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Top Stories World Trending Politics

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી.

જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષીય ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું “પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડા પ્રધાન તરીકે રાજીનામું આપવા માંગુ છું.” નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કેરટેકર કેપેસિટીમાં વડાપ્રધાન રહેશે. પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે. PM ના રાજીનામાં બાદ કેનેડાની કરન્સીમા વધારો થયો. નવા ચહેરાની પસંદગી ન થાય ત્યાં સુધી PM તરીકે ટ્રૂડો રહેશે.

 દેશની સંસદનું સત્ર 27 જાન્યુઆરીથી શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. હવે રાજીનામાના કારણે સંસદની કાર્યવાહી 24 માર્ચ સુધી સ્થગિત રહેશે.નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે લિબરલ પાર્ટી 24 માર્ચ સુધીમાં તેના નવા નેતાની પસંદગી કરશે. રાજકીય ઉથલપાથલ વચ્ચે કેનેડામાં સામાન્ય ચૂંટણી ક્યારે યોજાશે તે સ્પષ્ટ નથી. નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડો 2015માં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર પડી ગયા બાદ વડાપ્રધાન બન્યા હતા. છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા ટ્રુડો શરૂઆતના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ટીકાકારોના નિશાના પર હતા. જસ્ટિન ટ્રુડો 11 વર્ષ સુધી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ સુધી કેનેડાના વડાપ્રધાન રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, આલોચના વચ્ચે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: કેનેડાના PM જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપશે: અહેવાલ

આ પણ વાંચો: આ મોટી ભૂલની કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ માફી માગી