Amreli News/ નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને બજારમાં સરઘસ કાઢ્યું: નારણ કાછડીયા

નારણ કાછડીયા પૂર્વ સાંસદ જેવો એ પણ પોતે જાતે પોતાનું વિડીયો બનાવી નિવેદન જાહેર કર્યું કે આ દીકરીને ન્યાય અપાવો જોઈએ આ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું એ નિંદનીય બાબત કહેવાય અને પાર્ટીને પણ આ સમગ્ર ઘટનાથી નુકસાન થયું છે

Top Stories Gujarat Others

Amreli News: અમરેલી જિલ્લાનો લેટરકાંડ દિવસેને દિવસે રાજકારમાં ગરમાવો લાવતો જાય છે આજે એક જ દિવસમાં ભાજપ અને કોંગ્રેસના બે દિગજજોએ દીકરીના ન્યાય માટે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, છેલ્લા પાંચ દિવસ ઉપતના સમયથી અમરેલી જિલ્લામાં લેટરકાંડ થયા બાદ દીકરીને છોડાવવા માટે ખોડલધામ ટ્રસ્ટી અને પાટીદાર સમાજ આગેવાનોએ મહેનત કરી હતી અને દીકરી જામીન પર છુટતાની સાથે જ કોંગ્રેસમાંથી જેની ઠુમરે તેમની પોતાની કારમાં ગામ વિઠ્ઠલપુર સુધી તેમનું કારમાં બેસાડી સરઘસ અને વાજતે ગાજતે સામૈયાઓ કરવામાં આવ્યા છે બે દિવસ બાદ આ દીકરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને પોલીસે તેમને માર માર્યો અને તેમનું સરઘસ કાઢ્યું એ બાબતની ધારાસભ્ય કૌશિક વેકરીયાને લેટર લખી અને આક્ષેપો કર્યા હતા.

સમગ્ર મામલાને લઇ આજે સવારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સીઓજી અને પોલીસ તપાસ અને દીકરીને ન્યાય અપાવવા માટેની માંગ કરી ત્યારે આજે એક જ દિવસમાં કોંગ્રેસની પરેશ ધાનાણીની પ્રેસ બાદ નારણ કાછડીયા પૂર્વ સાંસદ જેવો એ પણ પોતે જાતે પોતાનું વિડીયો બનાવી નિવેદન જાહેર કર્યું કે આ દીકરીને ન્યાય અપાવો જોઈએ આ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું એ નિંદનીય બાબત કહેવાય અને પાર્ટીને પણ આ સમગ્ર ઘટનાથી નુકસાન થયું છે ત્યારે યોગ્ય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાનું આ લેટરકાંડ ગુજરાતમાં તો ટાઉન બન્યું છે અને હવે કોંગ્રેસ ખોડલધામ ટ્રસ્ટી બાદ હવે ભાજપના દિગ્ગજો પણ ઝંપ લાવ્યું અને મેદાને આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બસમાં મહિલાની છેડતી કરાતા બની રણચંડી, નશેડીને ઝીંકયા લાફા પર લાફા…

આ પણ વાંચો:સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:શહેરમાં 3 માસ પહેલા વિદ્યાર્થીનીને અપહરણ કરી નાશી ગયેલો લંપટ શિક્ષક ઝડપાયો