Not Set/ G20 સમિટ : મોદીની વિવિધ દેશનાં નેતાઓ સાથે મિટિંગ, ગ્લોબલ ઇસ્યુ પર થઇ ચર્ચાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટીના દેશની કેપિટલ સિટી બ્યુનસ આયરસમાં યોજાયેલી G20 સમિટમાં હાજર છે. આ સમીટ બે દિવસ ચાલવાની છે. આ G20 સમિટમાં મોદી ઘણાં દેશનાં નેતાઓ સાથે બાઈલેટરલ અને ટ્રાઈલેટરલ મિટિંગ કરશે. Excellent meeting with Mr. @antonioguterres, @UN Secretary-General. There were wide-ranging deliberations on various global issues. We talked about mitigating climate change […]

Top Stories India World

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટીના દેશની કેપિટલ સિટી બ્યુનસ આયરસમાં યોજાયેલી G20 સમિટમાં હાજર છે. આ સમીટ બે દિવસ ચાલવાની છે. આ G20 સમિટમાં મોદી ઘણાં દેશનાં નેતાઓ સાથે બાઈલેટરલ અને ટ્રાઈલેટરલ મિટિંગ કરશે.

નરેન્દ્ર મોદીએ યુએન સેક્રેટરી જનરલ સાથે મિટિંગ કરી હતી. જેમાં તેઓએ ગ્લોબલ ઇસ્યુ પર ચર્ચા કરી હતી. કલાઈમેટ ચેન્જ વિષે વાત કરી હતી જેમાં ભારત દ્વારા કરાયેલા એફર્ટનો પણ ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિના દેશનાં લોકોને અને ત્યાં વસતા ભારતીયોને 2019 નાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં શામેલ થવા માટે આમંત્રણ પણ આપ્યું છે.

દેશનાં વડાપ્રધાન મોદીએ ત્યાં ‘યોગા ફોર પીસ’ પ્રોગ્રામમાં લોકોને સંબોધ્યા હતા. જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત મોદીએ સાઉદી અરેબિયાનાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સાથે પણ ચર્ચા કરી હતી. આ મિટિંગમાં ભારત- સાઉદી અરેબિયાનાં સંબંધોને મજબુત કરવા બાબતો સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

મોદીનું આર્જેન્ટિનામાં લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.