Surat News/ સુરતમાં સચીન GIDCમાં પતંગ ચગાવતા બાળકનું મોત નિપજ્યું

પરંતુ સારવાર દરમિયાન મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોક છવાયો છે.

Gujarat Top Stories

Surat News: સુરતમાં (Surat) વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચીન GIDCમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી દાઝી જતા 13 વર્ષના પ્રિન્સને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોક છવાયો છે.

સુરતમાં સચીન GIDCમાં પતંગ ચગાવતા બાળકનું મોત નિપજ્યું છે. માહિતી મુજબ બન્યું એમ કે, ક્રિષ્નાનગરમાં 13 વર્ષનો કિશોર પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવતો હતો. દરમિયાન હાઈટેન્શનમાં પતંગની દોરી લાગી જતાં અચાનક ધડાકો થયો હતો. દરમિયાન પ્રિન્સ ગંભીર રીતે દાઝી ગયો હતો. નજીકના લોકોએ પ્રિન્સને ગંભીર હાલતમાં જોતાં પરિવારને જાણ કરી હતી.

પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નિપજતાં માતાપિતા ચોધાર આંસુએ રડતા જોવા મળ્યાં છે. પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા બાળકીનું મોત

આ પણ વાંચો:ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં જીવનમાં પહેલીવાર પતંગ ચગાવવા જતાં 6 વર્ષના બાળકને મળ્યું મોત, જાણો શું છે મામલો