Patan News/ પાટણમાં હાઈટેક ટોળકીએ 14 સ્થળોએ છેતરપિંડી આચરતા થઈ ધરપકડ

પાટણ જીલ્લામાં કેટલાય સમયથી ઠગોએ આતંક મચાવ્યો હતો

Gujarat Others

Patan News: પાટણમાં (Patan) હાઈટેક ટોળકીએ 13 વેપારીઓ સાથે 14 સ્થળોએ છેતરપિંડી (Fraud) આચરતા પોલીસે મહાઠગ અલ્પેશજી ઠાકોર અને નીરજ ચૌધરીની ધરપકડ કરી છે. જેમાં લાલજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

પાટણ જીલ્લામાં કેટલાય સમયથી ઠગોએ આતંક મચાવ્યો હતો. મોબાઈલ એપની મદદથી બતાવતા રૂપિયા જમા થયાનો મેસેજ આવતો બાદમાં બેંકમાંથી આવે તેવો જ મેસેજ દુકાનદારોને ઠગો મોકલતા હતા. ચોંકાવનારૂ છે કે માત્ર અઢી માસમાં 14 સ્થળોએ ઠગોએ છેતરપિંડી આચરી હતી. જેમાં સિદ્ધપુરના દુર્ગા જ્વેલર્સ સાથેે રૂપિયા 38000ની છેતરપિંડી આચરી હતી.

પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જીલ્લામાં ઠગોએ તરખાટ મચાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે મહાઠગ અલ્પેશજી ઠાકોર અને નીરજ ચૌધરીની ધરપકડ કરી છે. લાલાજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ આ દિશામાં લાલજી ઠાકોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંક સાથે 64 કરોડની છેતરપિંડી

આ પણ વાંચો:શેરબજારમાં રોકાણ કરાવી 56 લાખની છેતરપિંડી, CA સહિત અનેક લોકોના પૈસા ગયા

આ પણ વાંચો:અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી