Kutch News: પૂર્વ કચ્છ (East Kutch Police) પોલીસની જિલ્લા ટ્રાફિક શાખા જાણે ટ્રાન્સપોર્ટરો પાસે હાઈવે પર બેફામ અને નિયમો વિરુદ્ધ ઓવરલોડ વાહનો (Vehicle) દોડાવવા માટે કાયદેસરનું પરવાનો આપતી હોય તેવું હાલ ચિત્ર ઉપસ્યુ છે. ગાંધીધામ, કંડલા અને ભચાઉ હાઇવે પર ટ્રાફિક નિયમોને નેવે મૂકીને નંબર પ્લેટ વગરના માતેલા સાંઢની જેમ ભારે વાહનો દોડી રહ્યા છે. જે બાબતની જાગૃત નાગરિકોએ અનેકો વખત ફરિયાદો કર્યા છતાં બેફામ દોડતા ભારે વાહનો સામે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે પૂર્વ કચ્છ પોલીસની જિલ્લા જિલ્લા ટ્રાફિક શાખા ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લા ટ્રાફિક શાખાના સાહેબને “અસહ્ય” ખુશ કરવા માટે બે વહીવટદારો પૂર્વ કચ્છના ટ્રાન્સપોર્ટરો પાસે ઓવરલોડ હપ્તાઓ ઉઘરવા માટે બાંયો ચડાવી છે વહીવટદારોએ પૂર્વ કચ્છની જિલ્લા ટ્રાફિક શાખામાં “ધમ્માકેદાર હપ્તાઓની પુષ્પાવર્ષા” અંગે હાલ ચોતરફ ચર્ચાઓ જાગી છે. પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિકના અમુક ભ્રષ્ટકર્મીઓ “મલાઈ” માટે હાઇવે પર ટ્રાફિક નિયમોને નેવે મૂકીને રફ્તારના રાક્ષસોને છૂટો દોર આપ્યો છે.
પૂર્વ કચ્છમાં બેફામ દોડતા વાહનોના લીધે કોઈ નિર્દોષ લોકોનું જીવ ન જાય તેની તકેદારી રાખવી તે ખુબ જરૂરી બન્યું છે. જો આગામી સમયમાં બેફામ દોડતા વાહનો પર રોક લગાવવામાં નહીં આવે તો મોટી જાનહાની સર્જાઇ શકે છે. પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખામાં ભ્રષ્ટાચાર આચરતા કર્મીઓ વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસના નિષ્ઠાવાન અધિકારી પગલાં લે તેવી સમયની માગ છે.
@મહેન્દ્ર મારૂ
આ પણ વાંચો:અરવલ્લી-મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ
આ પણ વાંચો:જામનગરમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા વાંચજો જરૂર બેનર, નહિ તો ભરવો પડશે દંડ
