sports news/ મેલબર્ન ટેસ્ટ બાદ રોહિતે સંન્યાસ લેવાનું બનાવી લીધું હતું મન, પછી કેમ લીધો યુટર્ન, ગંભીર નારાજ

રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ પછી નિવૃત્તિ લેવા માંગતા હતા

Top Stories India Sports

Sports News : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખરાબ ફોર્મને કારણે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમની ગેરહાજરી છતાં, ભારત સિડની ટેસ્ટ પણ હારી ગયું. હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ પછી નિવૃત્તિ લેવા માંગતા હતા.ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે ટીમ ઇન્ડિયાએ 10 વર્ષ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) ગુમાવી દીધી. સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના વર્તમાન ચક્રમાં ફાઇનલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી.

હવે WTC ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 11-15 જૂન દરમિયાન ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખરાબ ફોર્મને કારણે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેમની ગેરહાજરી છતાં, ભારત સિડની ટેસ્ટ પણ હારી ગયું. હવે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રોહિત મેલબોર્ન ટેસ્ટ પછી નિવૃત્તિ લેવા માંગતા હતા.સ્ટ્રેલિયા પ્રવાસ પર કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તેઓ પાંચ ઇનિંગ્સમાં 6.20 ની સરેરાશથી ફક્ત 31 રન જ બનાવી શક્યા. ખરાબ ફોર્મને કારણે કેપ્ટન રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો.

તેમની ગેરહાજરીમાં, જસપ્રીત બુમરાહએ કેપ્ટનશીપ કરી. જોકે, તેમની ગેરહાજરી છતાં, ભારત સિડની ટેસ્ટ પણ હારી ગયું. હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટ પછી નિવૃત્તિ લેવા માંગતા હતા, પરંતુ તેમના શુભચિંતકોએ તેમને મનાવી લીધા. જે બાદ રોહિતે નિવૃત્તિ લેવાનો નિર્ણય તાલી દીધો. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું કે, ‘રોહિતે MCG ટેસ્ટ પછી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. જો શુભચિંતકોએ તેમને આમ કરતા રોક્યા ન હોત, તો આપણે ઓસ્ટ્રેલિયામાં બીજા એક ભારતીય ખેલાડીની નિવૃત્તિ જોવા મળી હોત.

‘પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન અને કેપ્ટન તરીકે છેલ્લી છ ટેસ્ટમાં છ હારને કારણે રોહિત શર્માએ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. જોકે, નવા વર્ષમાં સિડની ટેસ્ટ પહેલા તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે રોહિતે નિવૃત્તિ લેવાનો પોતાનો વિચાર બદલ્યો ત્યારે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર નારાજ થઈ ગયા હતા.

આ બધા વચ્ચે, સિડની ટેસ્ટ દરમિયાન, રોહિત શર્માએ એક ચેનલ સાથે વાતચીત દરમિયાન, સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ હજુ નિવૃત્તિ લઈ રહ્યા નથી. રોહિતે કહ્યું હતું કે, ‘હું જલ્દી નિવૃત્તિ લેવાનો નથી. મેં આ મેચમાંથી ખસી જવાનો નિર્ણય ફક્ત એટલા માટે લીધો કારણ કે રન બની રહ્યા ન હતા. હું સખત મહેનત કરીશ અને કમબેક કરીશ. અત્યારે રન નથી થઈ રહ્યા, પણ 5 મહિના પછી પણ રન નહીં બને તેની કોઈ ગેરંટી નથી.’

હિટમેને કહ્યું હતું- મેં આ ટેસ્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, પણ હું ક્યાંય જવાનો નથી. આ નિવૃત્તિ લેવાનો કે ફોર્મેટ છોડી દેવાનો નિર્ણય નથી. માઈક, પેન કે લેપટોપ ધરાવનાર વ્યક્તિ શું લખે છે કે બોલે છે તેનાથી અમારું જીવન બદલાતું નથી. અમે આટલા વર્ષોથી આ રમત રમી છે. આ લોકો નક્કી ન કરી શકે કે અમારે ક્યારે નિવૃત્તિ લેવી જોઈએ કે ક્યારે ન રમવું જોઈએ. હું એક સમજુ માણસ છું, પરિપક્વ માણસ છું, બે બાળકોનો પિતા છું, તો મારી પાસે થોડું મગજ છે કે જીવનમાં શું જોઈએ.’
આ દરમિયાન રોહિતે ગૌતમ ગંભીર વિશે કહ્યું હતું કે, ‘સિલેક્ટર અને હેડ કોચ સાથે મારી વાત થઈ. મેં જ તેમને કહ્યું કે સિડની મેચ ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણય લેવો મુશ્કેલ હતો, પણ મને લાગ્યું કે ફોર્મમાં રહેલા ખેલાડીએ રમવું જોઈએ.’ રોહિતે આ દરમિયાન એમ પણ કહ્યું કે સિડની આવ્યા પછી, તેમણે પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો કારણ કે તેઓ નવા વર્ષ પર ટીમને આ વિશે જણાવવા માંગતા ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં રચ્યો ઈતિહાસ, બનાવ્યા આ 6 મોટા રેકોર્ડ

આ પણ વાંચો: ગુજરાતના ઉર્વિલ પટેલે પંતનો તોડ્યો રેકોર્ડ, T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યો

આ પણ વાંચો: વિક્રમોની વણઝાર રચી ભારતે સાઉથ આફ્રિકાને 135 હરાવી T20 શ્રેણી 3-1થી જીતી