Madhya Pradesh News : મધ્યપ્રદેશ(MP)ના ગ્વાલિયરમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પોલીસની સામે જ એક પિતાએ પોતાની દીકરીને ગોળી મારી દીધી. દીકરીનો વાંક માત્ર એટલો જ હતો કે તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. બળજબરીથી લગ્ન કર્યા બાદ તેણે એક વીડિયો જાહેર કર્યો અને તેની વ્યથાનું વર્ણન કર્યું હતું. પિતા અને ભાઈ આ સહન ન કરી શક્યા, જેથી બંનેએ મળીને તેની હત્યા કરી હતી. હવે પીડિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો ગ્વાલિયરના મહારાજપુરા પોલીસ સ્ટેશનનો છે. મૃતકનું નામ તનુ ગુર્જર છે, જે તેના બોયફ્રેન્ડ સાથે છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં હતી. પરિવારના સભ્યોએ જબરદસ્તીથી તનુના લગ્ન નક્કી કર્યા હતા. તનુના લગ્ન 18મી જાન્યુઆરીએ થવાના હતા. તનુએ આ લગ્ન કરવાની ના પાડી હતી. પોતાની ખોટી પ્રતિષ્ઠા બચાવવા પિતા અને પિતરાઈ ભાઈએ તનુને ગોળી મારી દીધી હતી. આટલું જ નહીં, પિતાએ પોલીસ પર બંદૂક પણ તાકી હતી.
મૃત્યુ પહેલાનો વિડીયો વાયરલ
'Honour killing' in Gwalior. 20 year old Gurjar girl allegedly shot dead in face and head by father and cousin, over refusal to marry groom of their choice. Before the killing, she had released a video, fearing for life from kin. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/ds7hISFbg7
— Anuraag Singh (@anuraag_niebpl) January 15, 2025
આ હત્યાથી સમગ્ર દેશમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. તનુનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં તનુ કહી રહી છે કે મારું નામ તનુ ગુર્જર છે, મારા પિતાનું નામ મહેશ છે અને માતાનું નામ મમતા ગુર્જર છે. હું એક છોકરાને પ્રેમ કરું છું, તેની સાથે 6 વર્ષથી સંબંધમાં છું. પરિવાર શરૂઆતમાં અમારા લગ્ન માટે સંમત હતો, પરંતુ પછીથી પાછળ હટી ગયો. હવે તેઓએ મને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. હું જેને પ્રેમ કરું છું તે આગ્રામાં રહે છે. જો મને કંઈ થશે તો મારા મૃત્યુ માટે મારા પરિવારના સભ્યો જવાબદાર રહેશે. તેઓ મારા પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ હું તે કરી શકતી નથી.
વીડિયો સામે આવ્યા બાદ મહારાજપુરા પોલીસ સ્ટેશનની 2 મહિલા પોલીસકર્મીઓ પીડિતાના ઘરે પહોંચી હતી. પોલીસ પીડિતા અને તેના પિતા સાથે વાત કરી રહી હતી ત્યારે પીડિતાનો પિતરાઈ ભાઈ રાહુલ પણ આવી પહોંચ્યો હતો. બંનેને સમજાવવાના બહાને તનુને રૂમમાં લઈ ગયા અને ગોળી મારી દીધી હતી. તનુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ હત્યા બાદ તનુના પિતા અને ભાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બંદૂકની અણીએ તેણે બાઇક ચાલક પાસેથી બાઇક છીનવી લીધું હતું અને ત્યાંથી ભાગી ગયો હતો. રાહુલને ક્યાંક મૂકીને પિતા ફરી ઘરે પાછા ફર્યા હતા. ત્યાં સુધીમાં ઘરની બહાર પોલીસકર્મીઓની ફોજ હાજર હતી. દરમિયાન આરોપી પિતાએ ન તો જોયું કે ન તો કોઈ અવાજ કર્યો અને નજીકમાં ઉભેલા CSP નાગેન્દ્ર સિકરવાર તરફ બંદૂક તાકી હતી.
આ પણ વાંચો: મારવાડી યુનિવર્સિટીમાં તેલંગણાના વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો: મહેસાણામાં પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાધો
આ પણ વાંચો: સૂરજપુરમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડી વડે હત્યા
