Kutch News/ “અપના કામ બનતા ભાડ મેં જાએ જનતા” જેવી પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાની કામગીરી!

ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને બેફામ દોડતા ભારે વાહનો પાસે 4 આંકડાના હપ્તા ઉઘરાવા માટે પશ્ચિમ કચ્છના જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારોએ કમર કસી…

Gujarat Others Breaking News

Kutch News : પશ્ચિમ કચ્છની જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારોએ ટ્રાન્સપોર્ટરોને હપ્તાઓ માટે ખુલ્લી ધમકી આપ્યાની હોવાની ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને બેફામ દોડતા ભારે વાહનો પાસે 4 આંકડાના હપ્તા ઉઘરાવા માટે પશ્ચિમ કચ્છના જિલ્લા ટ્રાફિક શાખાના વહીવટદારોએ કમર કસી છે. પશ્ચિમ કચ્છ પોલીસની મુખ્ય બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા એક “ખાખી ધારી” એ જિલ્લા ટ્રાફિક શાખામાં વહીવટદાર તરીકે જવાબદારી લીધી છે.

પશ્ચિમ કચ્છમાં ભારે વાહન દીઠ ૪ આંકડાની ટ્રાન્સપોર્ટરો સમક્ષ વહીવટદારોએ માંગણી કરી હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. લાંબા સમય બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસમાં કાયમી અને કડક એસપી મુકાયા છે ત્યારે શું નિષ્ઠાવાન જિલ્લા પોલીસ વડાને જિલ્લા ટ્રાફિક શાખાના ભ્રષ્ટ કર્મીઓની હપ્તા ખોરીની કશું જાણ નથી ? શા માટે આવા ભ્રષ્ટ કર્મી વિરુદ્ધ પગલાં લેવામાં આવતા નથી? કે પછી હપ્તા ખોરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ છે સંડોવણી ?

સમગ્ર કચ્છમાં નિયમોને નેવે મૂકીને બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવી ખુબ જરૂરી બન્યું છે તેમ છતાંય જિલ્લા ટ્રાફિકના ભ્રષ્ટ કર્મીઓ સામે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તો બીજી તરફ શું ઉચ્ચ પોલીસ અધિકારીના વડપણ હેઠળ આ હપ્તા ખોરી થઇ રહી છે ? તેવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં હાલ ઉઠવા પામ્યા છે.

@ મહેન્દ્ર મારૂ, કચ્છ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છમાં કાર હવામાં ઉડીને ખાડામાં ખાબકી

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં તાપમાન 6 ડિગ્રી ગગડ્યું : વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતાં ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું

આ પણ વાંચો: પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાના ઉઘરાણી કરતાં વહીવટદાર કોણ..?