Surat News/ સુરતમાં વૃદ્ધાને માર મારતો વહુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃધ્ધાને મુક્ત કરવામાં આવશે

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં વૃદ્ધાને વહુ માર મારતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના પુણા માતૃશક્તિ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જેમાં વહુ વૃધ્ધાને ઘરના પેસેજમાં ઘસડી ઘસડીને માર મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દરમિયાન એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને NGOને આ અંગે જાણકારી આપી હતી. બાદમાં ટ્રસ્ટના હોદ્દેદારોએ આ સંદર્ભે પુણા પોલીસને જાણ કરી હતી.

વૃધ્ધાને સરસ્વતી શેલડીયા માર મારતી વીડિયોમાં નજરે ચડે છે. બાદમાં પોલીસને સાથે રાખીને વૃધ્ધાને વૃધ્ધાશ્રમમાં લઈ જવાની તજવીજ કરાઈ હતી. જોકે પૌત્ર હિરેન શેલડીયાએ વૃધ્ધાને લઈ જવાની મનાઈ કરી હતી. હાલ આ મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. બીજીતરફ ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃધ્ધાને મુક્ત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો,રો-રો ફેરી મારફતે થતી હતી દારૂની હેરાફેરી

આ પણ વાંચો: વકીલાત સાથે દારૂની હેરાફેરી, દહેગામના વકીલ સહિત ત્રણની ધરપકડ,અન્ય15ની શોધ ચાલુ

આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા