Fire News/ અમદાવાદમાં લાકડાના પીઠામાં લાગી ભીષણ આગ,એક વ્યક્તિનું દાઝી જવાથી મોત

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસે આવેલા રાણી સતી એસ્ટેટમાં લાકડાના પીઠામાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે

Top Stories Gujarat
  • અમદાવાદમાં લાકડાના પીઠામાં ભભૂકી આગ
  • મોની હોટેલ પાસે રાણી સતી એસ્ટેટની ઘટના
  • ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગપર મેળવ્યો કાબુ
  • આગ ફસાયેલ વ્યક્તિનું સારવા દરમ્યાન મોત
  • આગ લાગવાનું કારણ અકબંધ

શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસે આવેલા રાણી સતી એસ્ટેટમાં લાકડાના પીઠામાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા  છે,  અચાનક લાકડાના પીઠામાં આગ લાગી હતી, જેમા એક વ્યક્તિ દાઝ્યો હતો તેને સત્વરે  સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં તેનું મોત નિપજ્યું હતુંઆ આગ પર ફાયર બ્રિગેડે હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ એસ્ટેટમાં કઇ રીતે આગ લાગી તે અંગેનું કારણ હજી અકબંધ છે.  આ આગ બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી છે.